Gujarat politics :અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું ?

July 3, 2024

Gujarat politics : લોકસભામાં (Loksabha)કોંગ્રેસ (Congrss)નેતા હિન્દુઓ અંગેના નિવેદન બાદ વિરોધની આગ ભડકી ઉઠ છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi)આ નિવેદનનો વિરોધ હિંસક બની રહ્યો છે.ગઈ કાલે અમદાવાદ (Ahmedabad)કોંગ્રેસ કાર્યાલય (Congress Office) ખાતે ભાજપ-કોંગ્રેસના (BJP-Congress) કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અને એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે પોલીસે કોંગ્રેસના 5 આગેવાનોની ધરપકડ કરી છે. ત્યારે આ ઘટના અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

પથ્થરમારાની ઘટના મામલે રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

આ ઘટના અંગે રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, ‘ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત કરે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું – ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે!

5 આરોપીઓની ધરપકડ

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે થયેલ પથ્થરમારાની ઘટના હાલ ખુબ ચર્ચામાં છે. આ મામલે એલિસબ્રીજ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. જેમાની એક ફરિયાદમાં 5 આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. જ્યારે પોલીસે બીજ ફરિયાદ અંગે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો : Amreli: ફેમસ યુંટ્યુબર ખજૂરભાઈ નિર્મિત મંદિરમાં ચોરીનો પ્રયાસ,જુઓ વીડિયો

Read More

Trending Video