Gujarat politics : મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ અને સી આર પાટિલ સાથે કરી મુલાકાત

July 31, 2024

Gujarat politics :ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (elections) નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતના મંત્રી મંત્રીમંડળના વિસ્તરણની (cabinet expansion) અટકળો ચાલી રહી છે. ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે.ત્યારે આ મંત્રીમંડળમાં કોને પડતા મુકવામાં આવશે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળશે તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે પક્ષ પલટું નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા હતા અને અહીં મોઢવાડિયાએ અમિત શાહ અને સી આર પાટિલ સાથે મુલાકાત કરી હતી.

અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ અને સી આર પાટિલ સાથે કરી મુલાકાત

પ્રાપ્ત જાણકારી મુજબ પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા છે અને અહીં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી આ સાથે મોઢવાડિયાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાથે પણ મુલાકાત કરી હતી. ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયાની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.

શું  મોઢવાડિયાને મંત્રી મંડળમાં મળશે સ્થાન

મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ આ નેતાને પક્ષ પલટા વખતે જ મંત્રીપદનું કમિટમેન્ટ કરેલું હોવાથી તેમને મંત્રી બનાવવા પડે તેમ છે.પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડીયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે ભાજપ પક્ષ પલટું નેતા મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન આપવામા આવશે કે નહીં તેમજ ગુજરાતના રાજકારણમાં શું નવા જુની ઓથાય છે તે જોવું રહ્યું..

આ પણ વાંચો :  Wayanad Landslide: ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 143 પર પહોંચ્યો, રેસ્ક્યું ઓપરેશન હજુ પણ યથાવત

Read More

Trending Video