Gujarat Politics : રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત મુલાકાત દરમિયાન રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને આપેલા નિવેદનને કારણે હાલ રાજનિતીમાં (Politics) ભારે ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીએ આપેલા આ નિવેદનનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જવાબ આપ્યો હતો. નીતિન પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના આ નિવેદન પર કટાક્ષ કર્યો હતો તેમણે કહ્યુ હતુ કે, કોઈના ઘરે લગ્ન હોય કે, કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. આ સાથે વધુમાં તેમણે કહ્યુ હતુ કે, ભાજપ પાસે હરીભાઈ જેવા રેસમાં દોડનાર ઘોડા જ છે.
Nitin Patel એ કરેલા કટાક્ષનો મનીષ દોશીએ આપ્યો જડબાતોડ જવાબ
નીતિન પટેલના આ નિવેદન અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ પ્રતિક્રિયા આપી છે. મનીષ દોશીએ કહ્યું કે, ભાજપમાં 3જૂથ કાર્યરથ છે. એક જૂથ જે પાયાનો વિચારધારા સાથેનું વર્ષોથી અપમાન અને અવગણના સહન કરે છે. બીજુ જુશ સંત્રી અને મંત્રી સાથે લાભાર્થી જૂથ છે. જે કોન્ટ્રાકટ , ટેન્ડર, ખનીજચોરી, બદલી, બઢતી, ગેરકાનુની કામ અને તેમાં પાયે મલાઈ ખાવાનું કામ કરે છે. અને ત્રીજુ જૂથ જે પક્ષપલટુઓનું છે જે સીધુ સત્તામાં આવીને ખુરશીમાં બેસીને મજા મજા કરી રહ્યું છે. અને સત્તા ભોગવી રહ્યુ છે. આ ત્રણ જૂથ વચ્ચેની સત્તાની સાઠમાડીમાં નીતીનભાઈનું દુખ અને વ્યથા સમજી શકાય અમને તેમના માટે સહાનુંભુતી છે. કારણ કે પક્ષ તરફથી તેમની સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે. તે વ્યવહાર દુ ખ દ છે. ભાજપની હંમેશાથી નિતી રહી છે કે જુના અને પાયાના નેતાઓનું અપમાન અને અવગણના કરવી.
નીતિનભાઈ જાણે છે કે ભાજપામાં તેઓ કોરાણે મૂકાયા છે : મનીષ દોશી
વધુમાં તેમણે કહ્યું કે, દેશ લેવલે અડવાણીજીથી માંડીને મુરલી મનોહર જોષી બધાનું અપમાન તેવી જ રીતે ગુજરાતમાં નિતીનભાઈથી માંડીને તમામનું જે અપમાન અને અવગણના થાય છે. નીતિનભાઈ જાણે છે કે ભાજપામાં તેઓ કોરાણે મૂકાયા છે ત્યારે ક્યાંકને ક્યાંક જાહેર ફંક્શનમાં તેમની વ્યથા જણાવી છે. સાથે નિતીનભઆઈએ જે વાત ઉજાગર કરી છે રાહુલ ગાંધીના સ્ટમેન્ટને ક્વોટકરીને, નીતિનભાઈ જાણી ગયા છે કે, ભાજપમાં હવે મુળભુત લોકોની કોઈ કિંમત નથી. જુના લોકોની અવગણના થાય અને નવા લોકો જે આવે તેમને સાહેબ કહેવા પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે એટલે તેમને તે પણ વાત કરી હોય તેવું લાગે છે.
નીતિન ભાઈ માટે સહાનુભુતી છે : મનીષ દોશી
અત્યારે ભાજપમાં જે પક્ષપલટુઓની આખી જે ભરમાર થઈ છે. તે સત્તાભોગવૈયુ છે. તેમની સામેનો છુપો આક્રોશ સામે આવ્યો હોય તેવું લાગે છે. કોંગ્રેસના લોકોને જે માન સન્માન અને ખુરશી મળે છે તો નીતિન ભાઈ તમે તે પણ જણાવો કે, તે નાચવાના ઘોડા હતા, લગ્નના ઘોડા હતા, રેસના ઘોડા હતા. અને તમારે ત્યાં કેટલા લોકો દુ:ખ અને વ્યથા અનુભવી રહ્યા છે તેની કથા તમે આજે જાહેર ફંક્શનમાં કરી છે. કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાની બદલે નીતિન ભાઈ અને સાઈડમાં મુકેલા ભાજપના તમામ લોકો જે મુળ વિચારધારાના છે તેમની પ્રત્યે સહાનુંભુતી અને તેમની ચિંતા પણ છે.