Gujarat Politics: ગુજરાતના ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism) દ્વારા આયોજિત ‘મેઘ મલ્હાર પર્વ’નો (Megh Malhar Parva) પ્રારંભ કરવામા આવ્યો છે. આ ‘મેઘ મલ્હાર પર્વ’નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામા આવનાર હતો પરંતુ છેલ્લા ઘડીએમુખ્યમંત્રીએ તેમનો આ કાર્યક્રમ રદ રાખ્યો હતો. CM સાપુતારા ખાતે પ્રવાસનની સાથો સાથ સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મેઘ મલ્હાર પર્વ 2024’ નો પ્રારંભ કરાવવામના હતા પરંતુ વરસાદને કારણે તેમનો આ પ્રવાસ રદ રાખવામા આવ્યો હતો. ત્યારે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાણી ભરાયાં છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં તાપી, નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાને બદલે તેમજ તેની મુલાકાત લેવાને બદલે ટુરિઝમના તાયફાઓ કરવામા આવી રહ્યા છે.
અડધું ગુજરાત અતિવૃષ્ટીમાં અને ટુરીઝમનો તાયફો
મહત્વનું છે કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાણી ભરાયાં છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જેવા સ્થળોએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પાસે આ વિસ્તારોની મુલાકાત લેવાનો સમય નથી પરંતુ પ્રવાસનના કાર્યક્રમમાં હાજરી આપવા માટેનો સમય છે ભલે છેલ્લી ઘડીએ વરસાદને કારણે તેમને આ કાર્યક્રમ રદ રાખ્યો પરંતુ આ જ વરસાદને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જે પરિસ્થિતિ સર્જીઈ છે તેની મુલાકાત લેવાનો સમય પણ મુખ્યમંત્રી પાસે નથી એટલું જ નહીં પરંતુ નવસારીમાં વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવસારીમાં 70 આંતરિક અને ચાર મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે બંધ કરવા પડ્યા હતા.અહીં વરસાદે ભારે વિનાશ વેર્યો હતો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પરંતુ નવસારીએ જેમને જંગી લીડથી જીતાડીને દિલ્હી મોકલ્યા તેવા નવસારીના સાંસદ સી આર પાટીલ પાસે પણ હવે નવસારીની જનતા માટે સમય નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા તાપીમાં ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ નવસારીના સાંસદ પાસે નવસારીની એક પણ વાર મુલાકાત લેવાનો સમય ન મળ્યો.
શું ભાજપના નેતાઓને પ્રજાની સેવા કરવામા કોઈ રસ નથી ?
વરસતા વરસાદની વચ્ચે ભાજપના નેતાઓ તાયફાઓ કરવામાથી બહાર નથી આવતા ગઈ કાલે જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના સુરતના ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ ખાડીના પાણી ઘુસી આવતા ફોટાશેશન માટે તેઓ પાણીવાલા વિસ્તારમાં ગયા હતાં. પરંતુ અહીં તેમના પગ અને પેન્ટ કાદવથી ખરાબ ન થાય તે માટે ફામર મેનના ખભા પર ચઢી ગયા હતા. આ વીડિયો અને ફોટા વાયરલ થતા લોકોમાં ટીકાનું પાત્ર બન્યા હતા તમને જણાવી દઈએ કે, આ ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ સીઆર પાટીલના આ ખાસ છે ત્યારે પ્રજા મુશ્કેલીમાં હોય ત્યારે ભાજપના નેતાઓને આ પ્રકારના તાયફાઓ કેમ સુઝે છે શું તેમને પ્રજાની સેવા કરવામા કોઈ રસ નથી ?
આ પણ વાંચો : Morbi: માટેલ ખોડીયાર ધામની ઓફિસમાં જ બે યુવતિઓને બેરહેમીથી માર માર્યો, જાણો સમગ્ર મામલો