Gujarat Politics :ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના (BJP) નેતાઓ હેડલાઈનમાં છે. પરંતુ સારા કામોને લીધે નહીં પરતુ કોઈને કોઈ ગુનામાં સંડોવણીને કારણે ત્યારે ભાજપના નેતાઓના કાંડ તો બહાર આવતા હોય છે પરંતુ તેમની પર કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ મામલે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) હર્ષ સંઘવીને (harsh sanghvi) ટાર્ગેટ કરીને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
ગોપાલ ઈટાલિયાએ ભાજપના નેતાઓ પર થયેલી ફરિયાદ અંગે કર્યું ટ્વિટ
ગોપાલ ઈટાલિયાએ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં ભાજપના નેતાઓએ કરેલા કાંડને લઈને હર્ષ સંઘવી પર પ્રહાર કરતું ટ્વિટ કર્યુ છે. જેમાં ગોપાલ ઈટાલિયાએ સૌ પ્રથમ હર્ષ સંઘવીના શહેર એટલે કે સુરતમાં ભાજપના નેતાઓ સામે થયેલી ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપુત ઉપર અપહરણ અને બળજબરીથી મિલકત લખાવી લેવાની ફરીયાદ તેમજ સુરત ભાજપ યુવા મોરચાનો સભ્ય વિકાસ આહિર ડ્રગ્સનો ધંધો કરતા પકડાયો, સુરત ભાજપના યુવા મોરચા મહામંત્રી મનીષ શાહ કરોડો રૂપિયાનું સરકારી અનાજ સગેવગે કરતા પકડાયો તેનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો પુત્ર ડ્રગ્સ સાથે પકડાયો તેમજ તાજેતરનો સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો રાજકોટ ભાજપના બે નેતાઓ મધુ ટાઢાણિ અને પરેશ રાદડિયા સામે વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાનો ગુનો નોંધાયો તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
સૌ ધર્મપ્રેમી દેશપ્રેમી જનતા માટે છેલ્લા એક અઠવાડિયાના મહત્વના ન્યુઝ :-
(૧) સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપુત ઉપર અપહરણ અને બળજબરીથી મિલકત લખાવી લેવાની ફરીયાદ.
(૨) સુરત ભાજપ યુવા મોરચાનો સભ્ય વિકાસ આહિર ડ્રગ્સનો ધંધો કરતા પકડાયો
(૩) રાજકોટ ભાજપના હોદ્દેદારનો પુત્ર ડ્રગ્સ… pic.twitter.com/S5sWynJNIF
— Gopal Italia (@Gopal_Italia) July 26, 2024
ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી પર કર્યા પ્રહાર
આ સાથે ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ ભાજપનો ધર્મેન્દ્ર શાહ 240 કરોડની કટકી કરતા પકડાયો , લોધિકામાં ભાજપના હોદ્દેદાર કૌશિક કમાણી મુકેશ તોગડિયા ભૂપત જાડેજા સહિતના લોકોએ કરોડોની કિંમતની ગૌચર ઉપર કબજો કરી લીધો, આ સિવાય NEET પેપર લીકમાં ગોધરા ભાજપનો હોદ્દેદાર પકડાયેલ છે.આ તમામ મુદ્દાઓને ઉલ્લેખ કરતા ગોપાલ ઈટાલિયાએ ભાજપના સ્લોગન સૌનો સાથ સૌનો વિકાસ તેને અનુલક્ષીને લખ્યું કે, સૌનો સાથ, બળાત્કાર લૂંટ મારામારી અપહરણ ગુંડાગીર્દી ભ્રષ્ટાચાર તોડબાજીનો વિકાસ.દેશપ્રેમી.
ભાજપ સરકાર પર ગોપાલ ઈટાલિયાનો આરોપ
આ સાથે ગોપાલ ઈટાલીયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાજપ સરકાર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર તેમના નેતાઓને બચાવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં દારુ અને ડ્ર્ગ્સ મુદ્દે હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા હતા. ગિફ્ટ સિટિમાં તાજેતરમાં ડ્રગ્સની પાર્ટી યોજાય તે શરમનજન બાબત છે.
આ પણ વાંચો : Chandipura virus in Jamnagar: ચાંદીપુરા વાયરસને લઈને યુનાઇટેડ નોબલ હ્યુમન રાઈટસ કમિટીએ કમિશનરને કરી રજૂઆત