સદસ્યતા અભિયાનની વચ્ચે પોરબંદર ભાજપમાં ગાબડું, ભાજપના આઇટી સેલના નેતા કોંગ્રેસમાં જોડાયા

September 6, 2024

Gujarat politics: એક તરફ ભાજપ (BJP) દ્વારા સદસ્યતા અભિયાન હાથ (BJP amid membership campaign) ધરવામાં આવ્યું છે જેમાં ભાજપ બધાને ભાજપમાં જોડી રહી છે જેમાં અન્ય પક્ષના કાર્યકરોને પણ ભાજપ પાર્ટીમાં જોડી હી છે ત્યારે બીજી તરફ પોરબંદર ભાજપ તૂટી રહી છે. કોંગ્રેસે પોરબંદર (Porbandar) ભાજપમાં ગોબડું પાડ્યુંછે. પોરબંદર જિલ્લા ભાજપના આઇટી સેલના કન્વીનર રાજવીર બાપોદરા (Rajveer Bapodara) અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party ) પ્રદેશ મંત્રી જયેશ સંગાડા (Jayesh Sangada) સહિતના કાર્યકરો ગત રોજ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓએ કોંગ્રેસમાં જોડાતા પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કર્યો હતો.

પોરબંદરમાં ભાજપ આઈટી સેલ અને આપ નેતા કોંગ્રેસમાં જોડાયા

મળતી માહિતી પ્રમાણે ભાજપના પોરબંદર જિલ્લાના આઇટી સેલના કન્વીનર રાજવીર બાપોદરા ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા.આ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી અને સાઉથ ઝોનના પ્રભારી જયેશ સંગાડા, આમ આદમી પાર્ટીના કિસાન સેલના ઉપાધ્યક્ષ રમશુ હઠીલા, પ્રદેશ મંત્રી શૈલેષ હઠીલા પણ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ રાજવીર બાપોદરાએ કહ્યું હતું કે, પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. ભાજપ પ્રજા સાથે છેતરપિંડીનું નાટક બંધ કરે.

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર

ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) રાજવીર બાપોદરા અને જયેશ સંગાડા સહિતના કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસના સદસ્ય બનાવ્યા હતા.આ કાર્યક્રમમાં શક્તિસિંહે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને તેમને ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફૂટવા, પૂલ તૂટવા, મોંઘવારી અને કથળતી કાયદો વ્યવસ્થાનો સીધો ભોગ ગુજરાતના નાગરિકો બની રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :  Mumbaiની 7 માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવરમાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

Read More

Trending Video