Gujarat politics: કોંગ્રેસને વખાણેલી ખીચડી દાઢે વળગી ! ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયાએ રાહુલ ગાંધી માટે શું કહ્યું ?

July 6, 2024

Gujarat politics:લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદમાં (Ahmedabad)રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના (Rajkot Game Zone Fire) પીડિતો સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની (Rahul Gandhi) આ મુલાકાત અંગે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાનું (Arjun Modhwadia)નિવેદન સામે આવ્યું છે. જે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ પર પ્રહાર કરતા થાકતા ન હતા તે હવે ભાજપમાં જોડાતા ભાજપની વાહવાહી અને ભાજપનો બચાવ કરી રહ્યા છે. પીડિત પરિવારોને મળવા મામલે અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. અને કહ્યું કે, જ્યારે ગુજરાતના લોકો મુશ્કેલીમાં હતા ત્યારે રાહુલ ગાંધી કેમ ન આવ્યા ? પરંતું કદાચ મોઢવાડિયા ભુલી ગયા હશે કે, કોરોના વખતે અને દુર્ઘટનાઓ મામલે તેઓ ભાજપ પર પ્રહારો કરતા થાકતા ન હતા.

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મામલે અર્જુન મોઢવાડિયાનું નિવેદન

અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે, ગુજરાત અનેક વખત મુશ્કેલીમાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીને ગુજરાતની જનતાનો ખબર પૂછવાનો સમય ન હતો, ગુજરાત કોરોના કાળમાં અવકે તકલીફોતી ગુજરી રહ્યુ ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં ન આવ્યા. ગુજરાતમાં અનેક વખત પુર આવ્યું ત્યારે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં ન આવ્યા. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની ત્યારે પણ તેઓ ગુજરાતમાં ન આવ્યા મોરબીમાં પુલ દુર્ઘટના બની ત્યારે પ્રધાનમંત્રી ખુદ આવવ્યા પરંતુ રાહુલ ગાંધીને તે વખતે સમયન મળ્યો. પરંતુ અત્યારે ભાજપના લોકો રાહુલ ગાંધીના નિવેદનનો દેખાવો કરવામા માટે ત્યાં આવ્યા અને તેના પર પથરાવો થયો અને સામસામી ફરિયાદો થઈ. ભાજપના લોકો અને પોલીસ કર્મીઓ ઘવાયા તે વખતે માત્ર ગુજરાતને બદનામ કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે. તે બહાને તેઓ પોતાની રાજનિતી કરી રહ્યા છે.

રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

વધુમાં તેમણે કહ્યુ કે, જો ખરેખર તમને ગુજરાતની જનતાની ચિંતા હોય તો જ્યારે ગુજરાતની જનતા તકલીફમાં હોય ત્યારે આવવું જોઈતું હતું. ગુજરાતને બદનામ કરવાની વર્ષો જુની પરંપરા છે તેને હવે છોડવી જોઈએ.અને રચનાત્મક ભુમિકામાં આવવું જોઈએ. રાજકીય પક્ષોને એક બીજાની સામે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. તે અધિકાર કોંગ્રેસ પણ ભોગવે છે. હું જ્યારે કોંગ્રેસ પક્ષનો અધ્યક્ષ હતો ત્યારે ખાનપુરનું ભાજપનું કાર્યલયને તાળુ દેવાની ઘટના પણ બની હતી અને તે કોંદગ્રેસના કાર્યકર્તાઓએ કરી હતી. તે વખતે નાનકડી ફરિયાદ કરીને હેરાન કરવાના પણ પ્રયાસો થયા નથી. ત્યારે આવી બાબતમાં પૂર્વ તૈયારી કરીને ભાજપના કાર્યકરો પર હુમલો કરવો અને પછી તેના માટે થઈને રાજનીતિ કરવા માટે દિલ્હીથી અહીંયા પહોંચવું તે ગુજરાતને બદનામ કરવા શિવાય કોઈ નથી.જો ખરેખર અહીં ગુજરાત કોંગ્રેસને ઉભી કરવી હોય તો કોંગ્રેસના આગેવાનોએ પ્રજાની વચ્ચે જવું જોઈએ. અને પ્રજાના દુ઼:ખ દર્દ અને ફરિયાદો સાંભળવી જોઈએ.

 મોઢવાડિયાએ ભાજપના કર્યા વખાણ

વધુમાં તેમણે કહ્યુ કે, સુરત, રાજકોટ અને મોરબીની જે ઘટનાઓ બની ત્યારે રાહુલ ગાંધી કેમ ન આવ્યા. અને જો ખરેખર તેમને ચિંતા હોય તો તેમને રાજકોટ જવું જોઈતું હતું. પરંતુ  રાજનીતિ માટે રાજકોટના પીડિતોને અમદાવાદ બોલાવ્યા છે. પીડિતો માટે તેમણે શું કર્યું . પીડિતો માટે ગુજરાત સરકાર સખત પગલા લઈ રહી છે. સુધારાત્મક પગલા લઈ રહી છે અને તેની અંદર જે કોઈ પણ દોષી છે તેને છોડવાના નથી. આજે જે દોષી લોકો જેલમાં છે અને બીજા લોકોને જેલમાં મોકલવાની તૈયારી થઈ રહી છે. આખા ગુજરાતની સહાનુભુતી છે ત્યારે તેના નામે રાજનિતી ન થવી જોઈએ.

રાહુલ ગાંધીના શિવભક્તિ વાળા નિવેદન પર શું કહ્યું ?

વધુમાં તેમણે રાહુલ ગાંધીના શિવભક્તિ વાળા નિવેદન પર કહ્યું કે, ધર્મ અને શ્રદ્ધામાં રાજનીતિ ન ભેળવવી જોઈએ. જો તેઓ ખરેખર શિવ ભક્ત હોય તો ચૂંટણી વખતે જ શિવભક્તિ કેમ આવે છે. અને તે શિવ ભક્તિ સંસદમાં ક્યાં કરવાની જરુર હતી. તેનો ફોટો સંસદમાં બતાવવાની જરુર ન હતી ભગવાનનો ફોટો ચો આપડી અંદર હોવો જોઈએ. જેને શ્રદ્ધા હોય તેું માથુ આપો આપ ભગવાનની સામે નમી જતુ હોય છે. રાહુલ ગાંધીની ભક્તિ માત્ર રાજનીતિક ભક્તી છે. મને એવો કોઈ દાખલો યાદ નથી જેમાં રાહુલ ગાંધી શંકર ભગવાન સાથે જોડાયેલા હોય.

કોરોના વખતે મોઢવાડિયા ભાજપ પર પ્રહારો કરતા હતા

આજ અર્જુન મોઢવાડિયાએ જ્યારે ગુજરાતમાં કોરોના વિસ્ફોટને લઇનેSCએ ભાજપ સરકારે ફટકાર લગાવીને ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો :  Surat : સુરતના સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 લોકોને ઈજાગ્રસ્ત, અન્ય લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા

Read More

Trending Video