Gujarat Police:રાજ્યમાં પોલીસ તંત્રને (Gujarat police) લઈને મોટા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીનાં તહેવાર પહેલા ફરી એક વાર ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે બદલી કરવામા આવી છે. રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે. ગુજરાત પોલીસ તંત્રમાં PSIમાંથી બઢતી થયેલ 234 PI ની બદલીઓ કરવામાં આવી છે.
PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી
મળતી માહિતી મુજબ, PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર વર્ગ-૩ ને પોલીસ ઈન્સ્પેકટર તરીકે નિમણૂંક આપવામાં આવેલ હતા. જે અનુસંધાને બઢતી પામેલ પોલીસ ઈન્સ્પેકટરઓને તેમના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક આપવામાં આવી છે. 234 પોલીસ સબ ઈન્સ્પેકટરને પોલીસ ઈન્સ્પેકટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી જેમની બદલી કરવામાં આવી છે.
રાજ્યના DGP વિકાસ સહાયે આદેશ આપ્યો છે.