Gujarat Police: ગૃહ વિભાગે રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અંગે લીધો મોટો નિર્ણય

August 2, 2024

Gujarat Police:  ગૃહ વિભાગે (Home Department ) રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી ( police officers transfer) અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાશે અને 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં બદલી થઈ શકે નહીં.રેંજ પ્રમાણે હાલની નોકરી અને તે પ્રમાણે ક્યાં બદલી ના થઈ શકે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે. પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે. જો કે આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે. તેવું જણાવવામા આવ્યું છે.

Read More

Trending Video