Gujarat Police Recruitment 2024 :ગુજરાત પોલીસ ભરતીની (Gujarat Police Recruitment ) શારીરિક કસોટી (physical test) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતીબોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) પોતાના સત્તાવાર એક્સ હેન્ડર પર ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આ ટ્વિટમાં હસમુખ પટેલે પોલીસ ભરતીની શારીરિક કસોટીની અપેક્ષિત તારીખ જાહેર કરી હતી આ સાથે બીજા એક ટ્વીટમાં CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે પણ માહિતી આપી હતી.
પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.
આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.— Hasmukh Patel (@Hasmukhpatelips) October 11, 2024
પોલીસ ભરતીની શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે આપી માહિતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોલીસ ભરતીને લઈને ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટી ની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 11, 2024
CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે આપી માહિતી
આ સાથે તેમણે બીજા ટ્વિટમાં જણાવ્યુ છે કે, CCEની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટી ની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસીની શક્યતા ઘટાડે છે.
આ પણ વાંચો : PM Modi: PM મોદીના લાઓસ પ્રવાસનો બીજો દિવસ, લાઓસના PM સાથે કરી દ્વિપક્ષીય બેઠક