Gujarat Police recruitment : પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ, હસમુખ પટેલે આપી માહિતી

September 10, 2024

Gujarat Police recruitment : ગુજરાત પોલીસ ભરતીને (Gujarat Police) લઈને એક મોટી અપડેટ સામે આવી છે.તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગાઉ, સમયમર્યાદા ચૂકી ગયેલા ઉમેદવારો માટે ફરી એકવાર ઓનલાઇન અરજી પ્રક્રિયાને શરૂ કરવામાં આવી હતી. જેનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. ત્યારે પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં કેટલી અરજીઓ થઈ તેને લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) માહિતી આપી છે.

પોલીસ ભરતી માટે થયેલ અરજીઓ અંગે હસમુખ પટેલે આપી માહિતી

હસમુખ પટેલે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. ત્યારે બીજા તબક્કામાં પણ મોટા પ્રમાણમાં અરજીઓ થઈ છે.

9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો હતો અંતિમ દિવસ

ઉલ્લેખનીય છે કે,ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12474 પદ માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવી હતી. જો કે, મૂળ અરજીનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ, 2024 સુધીનો હતો. પરંતુ જે ઉમેદવારો કોઈ કારણો સર આ ભરતી માટે અરજી કરી શક્યા ન હોય તેમને અરજી કરવા માટેની વધુ એક તક આપવામા આવી હતી. જો કે આ અરજી માટેની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર હતી.

ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા ?

નોંધનીય છે કે, હસમુખ પટેલે અગાઉ આ ભરતીની શારીરિક પરીક્ષા અંગે પણ માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ચોમાસા પછી શારીરિક પરિક્ષા લેવામાં આવશે. તેમજ આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવશે કે OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા તે અંગે પ હસમુખ પટેલે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતુ કે,આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી નહીં પરંતુ OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લેવાશે.

આ પણ વાંચો :  હરિયાણા ચૂંટણી માટે AAP પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, આ બળવાખોરોને આપી ટિકિટ

Read More

Trending Video