Gujarat Police : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું. અત્યારસુધીમાં ગુજરાત પોલીસના આંકડા મુજબ કુલ 7612 ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઈસમોની યાદી તૈયાર કરાઈ છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ 7612 ગુનાહીત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગાર, 2149 શરીર સબંધી, 985 મિલકત સબંધી, 179 માઇનિગ અને 545 અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામા આવશે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમા 7, મોરબીમાં 12 એમ, કુલ 59 લોકો સામે પાસા કરેલ છે, 10 ઇસમો વિરૂધ્ધ હદપારી કરેલ છે, 724 ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લીધા છે અને 16 ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરેલ છે અને 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરેલ છે.
તેમજ આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડીમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન કોમ્બીંગ, નાઇટ પેટ્રોલીંગ, રેઇડ, વાહન ચેકીંગ, ફુટ પેટ્રોલીંગ, ગુનેગારોના જામીનમાં શરતભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Gondal : ગોંડલમાં ગુંડારાજ ચરમસીમાએ, પાટીદાર સમાજના યુવકને જાહેરમાં માર મારતાં સમાજ આવ્યો મેદાને