Gujarat Police ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અને ફરી એક વાર રાજ્યમાં પોલીસ વિભાગની ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક(LRD) કેડરની 13,591 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ સાથે જ રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવવાની આ સુવર્ણ તક છે. આ ભરતી આગામી 3 ડિસેમ્બર 2025 થી 3 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પોલીસ વિભાગમાં બે અલગ અલગ ભરતીમાં કુલ 858 PSIની ભરતી કરવામાં આવશે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. જેના માટે સ્નાતક કરેલું હોવું જોઈએ. અને LRD (લોકરક્ષક)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ કરેલું હોવું તેવા ઉમેદવારો લોકરક્ષક(LRD) માટે અરજી કરી શકશે.
ક્યારે અને કેવી રીતે અરજી કરી શકશો ?
પોલીસ વિભાગમાં ભરતી માટે ઉમેદવારો 3 ડિસેમ્બર, 2024થી 3 જાન્યુઆરી, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તેમજ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે, અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સંપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શિકા વેબસાઇટ પરથી ધ્યાનપૂર્વક વાંચી લેવી.
આ પણ વાંચો : સરકારની નીતિ અને ભાજપના નેતાઓની નિયત ખરાબ હોવાથી ખેડૂતોને ચારે બાજુથી માર પડે છે: Isudan Gadhvi