Gujarat Police :ગુજરાત પોલીસના (Gujarat Police) કર્મચારીઓ અને અધિકારીઓને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (vikas sahay) દ્વારા મોટો નિર્ણય લેવામા આવ્યો છે. જે પ્રમાણે હવે હવે પોલીસની આંતરજિલ્લા બદલીની (transfers) તમામ સત્તા રાજ્ય પોલીસ વડા પાસે રહેશે.
આંતરિક બદલીઓ અગાઉ રેંજ IG કરતા હતા
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ IGને સોંપાઈ હતી. જોકે, હવે તેમાં ફેરફાર કરવામા આવ્યા છે. હવેથી આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જ કરી શકશે.
બદલી માટે અગાઉ કરાયેલા તમામ પરિપત્રો રદ
આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે, એક રેંજ માં આંતરિક બદલીઓ અગાઉ રેંજ આઈજીને સોંપાઈ હતી ત્યારે બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ થયા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે અધિકારીઓને જાણ કરાઈ દેવામા આવી છે.