Gujarat police bharti 2024: પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાત

August 14, 2024

Gujarat police bharti 2024:  પોલીસ ભરતીની (police bharti) તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) PSI તથા લોકરક્ષક ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. હસમુખ પટેલે જણાવ્યું છે કે, PSI તથા લોકરક્ષક ભરતી માટે ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. જેથી જે ઉમેદવારોની અરજી કરવાની બાકી હોય તે આ તારીખ સુધીમાં કરી શકે છે. આ ભરતી માટે 12 પાસ તેમજ સ્નાતક હોવું જરુરી છે.

પોલીસ ભરતી મામલે હસમુખ પટેલે આપી મોટી અપડેટ

મહત્વનું છે કે, અત્યારે નવી CBRT પરીક્ષા પદ્ધતિ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ટની પરીક્ષામાં અનેક છબરડા સામે આવ્યા બાદ ઉમેદવારોમાં CBRT પરીક્ષા પદ્ધતિથી સામે ભારે રોષ છે. ત્યારે હસમુખ પટેલે પરીક્ષા પદ્ધતિ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, આ પરીક્ષા OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા લેવામાં આવશે. વધુ વિગતો આપતા જણાવ્યું કે, ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાશે.

ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને ગેરલાયક ઠેરવાયા

તેમજ લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને તેની વિગતો પણ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, લોકરક્ષક ભરતીમાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ ભરતી બોર્ટે ત્રણ સભ્યોની સમતિની રચના કરી હતી.આ સમિતીએ ઉમેદવારોની સુનાવણી કરી અને સમિતીએ જે અભિપ્રાય આપ્યો તેની ભરતી બોર્ટે સમીક્ષા કરી જે બાદ આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં માટે 37 ઉમેદવારો માટે દરખાસ્ત કરી હતી જે રાજ્ય સરકારે માન્ય કરી હતી. આ ઉમેદવારોની વિગતો અને ગેરલાયક ઠેરવવાના કારણો સર વેબસાઈટ પર મુકી છે.

આ પણ વાંચો :  CAA: બાંગ્લાદેશના આ હિન્દુ વ્યક્તિને આસામમાં CAA હેઠળ પહેલી નાગરિકતા મળી, જાણો વિગતો

Read More

Trending Video