Gujarat police : ગૃહ વિભાગનો પોલીસ બેડા માટે વધુ એક નિર્ણય,પોલીસ વિભાગમાં ASI કેડરની સીધી ભરતી રદ

August 3, 2024

Gujarat police : પોલીસ ભરતીની (police recruitment) તૈયારી કરતા ઉમદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગૃહ વિભાગ દ્વારા એક બાદ એક મોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે. ત્યારે આજે ફરી ગૃહ વિભાગ (home department) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારી ASI સંવર્ગની સીધી ભરતી રદ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. હવે ASI બિન હથિયારી વર્ગ ૩ ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. આ અંગે ગૃહવિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

ગૃહ વિભાગનો પોલીસ બેડા માટે વધુ એક નિર્ણય

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઇ સંવર્ગના અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-૩)ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવાની મંજુરી આપવામાં આવેલ છે.

Gujarat police recruitment 2024

ASI બિન હથિયારી વર્ગ ૩ ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે

આથી રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઈ સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જીલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એ.એસ.આઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતોવખત પ્રસિધ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ ૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરીને મોકલી આપવા સુચના આપવામા આવી છે.

આ પણ વાંચો :  વાયનાડ ભૂસ્ખલન પીડિતોને મળવા આવેલા Rahul Gandhi પર યુવક કેમ થયો ગુસ્સે ?

Read More

Trending Video