Gujarat Police : આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ આઝાદીના પર્વના દિવસે દર વર્ષે પોલીસના જવાનોને સારી સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ મેડલથી તેમની પ્રસંશનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળતું હોય છે. આજે ગુજરાતના પોલીસ (Gujarat Police) અધિકારીઓને તેમની પ્રસંશનીય કામગીરી મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 21 પોલીસકર્મી (Gujarat Police)ને આ સન્માન આપવામાં આવશે. જેમાંથી 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ અને બાકીના 19 અધિકારીઓને પ્રસંશનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવશે. ગુજરાત (Gujarat Police)ના 2 વડોદરા ગ્રામ્ય DSP બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વાયરલેસ PSI ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે. આ 21 અધિકારીને સન્માનિત કરવામાં આવશે…..
- બળવંતસિંહ હેમતુજી ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- ભરતકુમાર મનુભાઈ બોરાણા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયા, કમાન્ડન્ટ, ગુજરાત
- રાજેન્દ્રસિંહ વખતસિંહ ચુડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત
- સજનસિંહ વજાભાઈ પરમાર, પોલીસ અધિક્ષક, ગુજરાત
- બિપીન ચંદુલાલ ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- દિનેશભાઈ જીવણભાઈ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- નિરવસિંહ પવનસિંહ ગોહિલ, મદદનીશ પોલીસ કમિશનર, ગુજરાત
- વિજયકુમાર નટવરલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- કૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- રમેશભાઈ કિશોરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર,
- જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- કરણસિંહ ધનબહાદુર સિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- હરસુખલાલ ખીમાભાઈ રાઠોડ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- બશીર ઈસ્માઈલ મુદ્રાક, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- પ્રકાશભાઈ દિતાભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- મહિપાલ સુરેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત