Gujarat Police : ગૃહ વિભાગે (Home Department ) રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી ( police officers transfer) અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાશે અને 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં બદલી થઈ શકે નહીં. રેંજ પ્રમાણે હાલની નોકરી અને તે પ્રમાણે ક્યાં બદલીના થઈ શકે તેની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. (Gujarat Police) પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગે આ નિર્ણય લીધો હતો. જો કે આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે. તેવું પણ જણાવવામા આવ્યું હતું.
પોલીસ અધિકારીઓની બદલીના આ તઘલખી નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે. ગૃહ વિભાગ દ્વારા એક જ ઝોનમાં બદલી નહીં કરવાના નિર્ણયથી પોલીસ અધિકારીઓમાં છૂપો રોષ મળી રહ્યો છે. આ મામલે શિસ્તના કારણે કોઈ અધિકારી બોલી શકે તેમ નથી. અને આ નિર્ણયથી પોલીસ અધિકારીઓને ફરજિયાત પણે પરિવારથી દુર રહેવું પડશે. પોલીસ અધિકારીઓની માનસિક સ્થિતિ ન બગડે તે માટે નિર્ણયમાં બદલાવની માગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ નિર્ણયમાં કંઈ ફેરફાર કરવામાં આવશે કે નહિ.
આ પણ વાંચો : MadhyaPradesh Wall Collapsed : મધ્યપ્રદેશમાં મંદિર પરિસરમાં 50 વર્ષ જૂની દિવાલ ધરાશાયી, 9 બાળકોના કચડાઈને મોત !