Gujarat police: ગોપાલ ઇટાલીયાના પોલીસમાં પ્રમોશન મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા , જાણો શું કહ્યું

September 3, 2024

Gujarat police: આજે સવારે આપ નેતા ગોપાલ ઇટાલીયાએ (Gopal Italia) એક ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, તેમને અમદાવાદ પોલીસમાંથી (Ahmedabad police)  રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન (promoted) આપવામા આવ્યું છે સાથે ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પોલીસનો છબરડો ગણાવી હર્ષ સંઘવી (Harsh sanghvi) પર પ્રહાર કર્યા હતા. જે બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે આ મામલે અમદવાદ પોલીસે (Ahmedabad police) સ્પષ્ટતા કરી છે. અમદાવાદ પોલીસે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. અને તેમને આ પત્રન બરાબર વાંચ્યા ન હોવાનું જણાવ્યુંહતું.

અમદાવાદ પોલીસે કર્યો આ ખુલાસો

તાંજેતરમાંઅમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવી હતી અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી છે. જેથી આ બઢતી આપવા માટે કુલ 87 નામો યાદીના આધારે રૂટીન મુજબ વિગતો મંગાવવામાં આવી હતી, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો. આ બઢતી આપવા માટે આ 887કર્મચારીઓ વિરૂધ્ધમાં કોઇ ખાતાકીય તપાસ/ ફોજદારી/ એસીબી કેસ ચાલુ છે કે કેમ? તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તા.2/08/2024ના રોજની યાદીથી જણાવવામાં આવ્યું હતું. આ યાદીમાં આપેલા નામોમા તા.11/01/2012સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગોપાલ ઇટાલીયાએ 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલા હતા , તેથી આ યાદીમાં તેમનું નામ છે. પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી. જેથી ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. આમ સોશીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવુંઅમદાવાદ પોલીસે જણાવ્યું હતું.

પોલીસની સ્પષ્ટતા બાદ ભાજપે ગોપાલ ઇટાલીયા પર કર્યા પ્રહાર

આમ અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો છે કે, ગોપાલ ઇટાલીયાને કોઈ પ્રમોશન આપવામા આવ્યું નથી પરંતુ તેમને પત્ર બરોબર વાંચ્યો ન હતો અને ટ્વિટ કર્યું હતું. અમદાવાદ પોલીસની આ સ્પષ્ટતા બાદ હવે ભાજપ દ્વારા ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરવામા આવી રહ્યા છે.

આ પણ વાંચો : બહારનું ખાવાનો શોખ હોય તો ચેતી જજો ! જામનગરની પ્રખ્યાત મિલન રગડો નામની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાની ઘટના

Read More

Trending Video