Gujarat Police : જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ DGPનો નામ લીધા વિના જવાબ, કહ્યું “ડિપાર્ટમેન્ટ બહારના લોકો મારા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને….”

November 25, 2025

Gujarat Police : ગુજરાતમાં હાલ પોલીસ અને જીગ્નેશ મેવાણી વચ્ચે જાણે વોર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલા જીગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં જ ઉભા રહી અને જાહેરમાં જ પોલીસ કર્મચારીઓ પર નિવેદન આપી દીધું હતું. અને તેના જ કારણે પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અને ત્યારબાદ હવે DGP વિકાસ સહાયે જાહેર મંચ પરથી નામ લીધા વિના જીગ્નેશ મેવાણીને આડકતરી રીતે જવાબ આપ્યો છે.

DGP વિકાસ સહાયે શું કહ્યું ?

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપેલા પોલીસ પરના નિવેદન બાદ હવે DGP વિકાસ સહાયે તેમનું નામ લીધા વિના જ પ્રહાર કર્યા છે. કહી દીધું છે કે, જો કોઈ કર્મચારી કે અધિકારી ભૂલ કરે તો તેમને સવાલ પૂછવા અમે બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે. પણ જો ડિપાર્ટમેન્ટની બહારની વ્યક્તિ મારા અધિકારી કે કર્મચારીને કઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની જરૂર નથી. આ ફોર્સના લીડર છો તો આ જોવાની તમારી જવાબદારી અને ફરજ બંને છે.

શું છે સમગ્ર મામલો ?

કોંગ્રેસે વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોHimmatnagar માં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો જોરદાર વિરોધ, પોલીસ પરિવારોએ લગાવ્યા જીગ્નેશ મેવાણી હાય હાયના નારા

Read More

Trending Video