Gujarat : હવે રાજ્યના ભ્રષ્ટાચારી બાબુઓ પર ગાળિયો કસાશે, 50 વર્ષથી ઉપરના અધિકારીઓને વયનિવૃત્ત કરવામાં આવશે

August 2, 2024

Gujarat : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ કાંડ અને રાજકોટના અગિકાંડ પછી જ્યારે હાઈકોર્ટે સરકારને કરેલી કામગીરી માટે અખડાવી છે. ત્યારે રાજ્ય (Gujarat) સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઈએ તેવી પારદર્શક અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે, જેમાં 50થી વધુ ઉંમરના એડમિનિસ્ટ્રેટિવ કર્મચારીઓ પર કામ કરવાની ક્ષમતાના માપદંડ પર નિવૃત્ત કરી દેવાની તલવાર લટકાવી દીધી છે. આ ઉપરાંત ગુજરાત (Gujarat) સરકારે હાઇકોર્ટમાં એફિડેવિડ ફાઈલ કરતા એવું પણ કહ્યું છે કે ત્રણ વર્ષથી વધુ કોઈ પણ કર્મચારીને એ જ સ્થળના પોસ્ટિંગ પર ના રાખવા અને બદલી કરી દેવી.

27 લોકો ભડથું થઈ ગયા બાદ હાઈકોર્ટે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સુઓમોટો કરી હતી. અને સરકાર પાસેથી જવાબ મેળવ્યો હતો. તેની સાથે હરણી બોટકાંડમાં કે 14 લોકો ડૂબી ગયા હતા. તેમાં પણ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉભા થયા હતા. ત્યાર પછી કોર્ટે સરકારને ટકોર કરી હતી કે ટેન્ડર આપવામાં લાલિયાવાડી ચાલી રહી છે. અને તેને રોકવા સરકારને સૂચના આપી હતી.

50 વારથી વધુના કર્મચારીઓને વયનિવૃત્ત કરવા જોઈએ

રાજકોટ અગ્નિકાંડ પર ચાલી રહેલી સુનાવણીમાં અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિની કુમાર દ્વારા કોર્પોરેશન અને પગલાં લેવા બાબતે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સૂચન કર્યું છે કે, 50 થી 55 વર્ષના અધિકારીઓની કાર્યક્ષમતાનો રિવ્યૂ થવો જોઈએ. જરૂર લાગે તો તેમને વહેલાસર સેવા નિવૃત્ત કરી દેવા જોઈએ. આ સૂચવ્યું છે કે સાથે આ રિપોર્ટમાં એવું નિયમિતપણે સ્ટાડની ટ્રાન્સકર થવી જોઈએ અને કોઈપણ અધિકારીને એક પોસ્ટ ઉપર ત્રણ ? વર્ષથી વધુ કોર્પોરેશનમાં ના રાખવા જોઈએ

સરકાર અને કોર્પોરેશન વિરુધ્ધ દિશામાં ચાલે છે

અશ્વિની કુમારના આ રિપોર્ટ બાદ સરકારે સ્વીકાર્યું છે કે, કોપોરેશન દ્વારા ટેન્ડર આપવામાં કોઈ સ્ટાન્ડર્ડ જળવાતાં નથી. અને જે પ્રોટેસ કોર્પોરેા કોલો કરે છે તે રાજ્ય સરકાર કરતાં જુદી છે. તેની સાથે સાથે એમ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ફિલ્ડ ઈન્સ્પેક્શન માટે નવી સિસ્ટમ બનાવવાની જરૂર છે. અને એ સાથે જેટલી પણ પરમિશન અપવામાં આવે પણ નવી રીતે જોતી જરૂરી છે.

આ પણ વાંચોOlympic 2024 : હોકીમાં ટીમ ઈન્ડિયાએ 52 વર્ષના દુષ્કાળનો અંત , પેરિસ ઓલિમ્પિક 2024માં ઓસ્ટ્રેલિયાને હરાવી ઈતિહાસ રચ્યો

Read More

Trending Video