Gujarat News : ગુજરાતમાં શાંતિના દુશ્મન કોણ ? સુરત બાદ ભરૂચ અને કચ્છમાં કોમી ભડકો !

September 11, 2024

Gujarat News  :સુરતમાં (Surat) ગણેશ પંડાલ (Ganesh Pandal) પર પથ્થરમારાની ઘટના બાદ ગુજરાતમાં વધુ એક કોમી ઘર્ષણની ઘટના સામે આવી છે. જેમાં ભરૂચમાં (Bharuch) બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકારી મુજબ રાત્રિના સમયે ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગદિલી સર્જાઈ હતી. જે બાદ પોલીસનો કાફલો અહીં દોડ આવ્યો હતો અને પરિસ્થિતિને કાબમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કચ્છના (kutch)  નખત્રાણામાં પણ આવી જ એક ઘટના બની હતી.

ભરુચમાં બે કોમ વચ્ચે ઘર્ષણની ઘટના

તંગદિલી સર્જાતા અહીં ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. આ અથડામણ દરમિયાન 2 લોકો ઈજાગ્રસ્ત થયાનું પણ કહેવામા આવી રહ્યું છે. મહત્વનું છે કે, આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં તોફાની તત્વો આ રીતે ગુજરાતનો માહોલ પણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવામા આવી રહ્યુ છે.

ભરૂચ S.P મયુરસિંહ ચાવડાનું નિવેદન

આ સમગ્ર મામલે ભરૂચ S.P મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે, ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલ નગરમાં મારામારી થઈ હતી. આ ઘટનાના CCTV પોલીસે ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધીને ડીટેઇન કર્યા છે. ઘટનામાં ખોટી અફવાઓથી લોકોએ દૂર રહેવા અને ફોટા,મેસેજ પસાર કર્યા તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે.

કચ્છના નખત્રાણામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો

કચ્છમાં પણ કોમી છમકલાની આવીજ એક ઘટના સામે આવી છે.જેમાં કચ્છના નખત્રાણાના તાલુકાના કોટડા જરોદર ગામમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ દરમિયાન ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ ખંડિત થઈ હતી. ત્યારે કોઈઅનિચ્છનીય બનવાન ના બને તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરતમાં પણ બની હતી આવી ઘટના

ઉલ્લેખનીય છે કે, સુરતના સૈયદપુરા વિસ્તારમાં પણ ગણેશ ઉત્સવ દરમિયાન પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ કેસમાં 30થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે. સોમવારે સવારે પ્રશાસને જ્યાંથી પથ્થરમારો થયો હતો તે ગેરકાયદેસર અતિક્રમણ હટાવી દીધું છે.તેમજ આ મામલે કેસ પણ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો :  Kshatriya Samaj Vs Rupala : શું ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી શરુ થશે ? કરણસિંહ ચાવડાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

Read More

Trending Video