Gujarat news : ગુજરાત સરકાર (Gujarat Government) એક તરફ શિક્ષણની (education) મસ્ત મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ પોષક આહાર (nutritious food) આપવાની પણ વાત થઈ રહી છે અને કુપોષણ નાબૂદ કરવાની પણ ચલાવી રહી છે ત્યારે સરકારી શાળાઓમાં મધ્યાન ભોજનમાં સવારનો નાસ્તો (breakfast) અને જમવાનું (lunch) બંને આપવામાં આવતું હતું પરંતુ હવે નાસ્તો બંધ કરવાનો પરિપત્ર આવ્યો છે. જેથી હવે માત્ર બપોરનું ભોજન જ મળશે.
હવે ગુજરાત સરકાર સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ પણ બંધ કરશે
મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળકના માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સરકારી શાળાઓમાં મધ્યાન ભોજનમાં સવારનો નાસ્તો અને જમવાનું બંને આપવામાં આવતું હતું નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. 1 સપ્ટેમ્બરથી આ નિર્ણય શાળાઓમાં લાગુ થશે.
નાસ્તો બંધ કરવાનો નિર્ણય કેમ લેવાયો ?
આ મામલે આ અંગે મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે.એન. ચાવડાએ એક મીડિયાને જણાવ્યું હતુ કે, બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇનટેક વધે એવો સરકારનો આશય છે, સુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે. આદિજાતિ વિસ્તારના 11.50 લાખ બાળકને સવારે દૂધ પણ આપવામાં આવે છે. બાળકો એક ટાઇમ વધારે સારું જમી શકે, સંચાલકો તથા હેલ્પરનાં કામના કલાકો પણ જળવાઈ શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. હવે બપોરના જમવામાં જ તમામ કેલરીયુક્ત ખોરાક આપવામાં આવશે.સરકારનું કહેવું છે કે, એક ટાઇમ વધારે સારું જમી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવાઈ મુસાફરીઓ કરતા નેતાઓ અને ઠાઠથી રહેતા નેતાઓ પોતાના ખર્ચમાં થોડો ઘટાડો કરીને પણ મધ્યાન ભોજનના બાળકોને નાસ્તો આપી શકે છે ત્યારે મોટો નિર્ણય ક્યાંક કુપોષણ નાબુદ અભિયાન માટે ભારે પણ પડી શકે છે અને બાળકોના હિત માટે શું સરકારે નહીં વિચાર્યું હોય આવા પણ સવાલ ઉઠી રહ્યા છે.
શું આ રીતે સરકાર કુપોષણ નાબૂદ કરી શકશે ?
મહત્વનું છે કે એક તરફ સરકારી શાળાઓ તરફ બાળકોને આકર્ષિત કરવા માટે અનેક ઝુંબેશો ચલાવાઇ રહી છે તેવામાં જ મધ્યાન ભોજનનો નાસ્તો બંધ કરવાની વાત છે ત્યારે શું આ રીતે કુપોષણ નાબૂદ કરી શકાશે . રાજ્ય સરકારનું આવડો મોટો નિર્ણય નાના ભૂલકાઓ માટે કેટલા અંશે વ્યાજબી હશે? શું ગુજરાત મોડેલની મોટી મોટી વાતો કરતી સરકાર ગરીબ બાળકો ને જમવાનુ પણ નહીં આપી શકતી હોય.? ગુજરાતના 43લાખ ગરીબ વિધાર્થીના મોઢામાં અપાયેલ મધ્યાહન ભોજનનો કોળિયો રાજ્ય સરકારે કેમ છીનવ્યો તે સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : PM Modi In Maharashtra :’હું શીશ ઝૂકાવીને માફી માંગુ છું’, છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટી જવા મુદ્દે PM મોદીનું નિવેદન