Gujarat News : પૂજા ખેડકર કાંડ પછી તંત્ર એક્શનમાં,ગુજરાતના પાંચ IAS અધિકારીઓની ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ

August 8, 2024

Gujarat News :  ગુજરાતના વહીવટી તંત્ર માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IAS પૂજા ખેડકર (Pooja Khedkar) જેવો કાંડ ગુજરાતમાં પણ થયો હોવાની શક્યતાઓ છે જેના કારણે તંત્ર એકશનમાં આવ્યું છે. ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટ ના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે આ અધિકારીઓ સામે તપાસ શરુ થઈ છે. જાણકારી મુજબ આ પાંચ અધિકારીઓ પૈકી એક અધિકારી રાજ્યના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે ત્યારે આ તપાસનો રેલો Ips અને ifs અધિકારીઓ સુધી પણ પહોંચે તેવી શક્યતા છે.

ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ

પ્રાપ્ત જાણકારી મુજબ પૂણેની પૂજા ખેડકર શંકાસ્પદ ડિસેબિલિટી સર્ટિફિકિટ દ્વારા IAS બની ગઈ હોવાનો મામલો બહાર આવતા હવે તેનો રેલો ગુજરાત સુધી પણ પહોંચ્યો છે.ગુજરાત કેડરના પાંચ IAS અધિકારીઓના ડિસેબિલિટી સર્ટિફિકેટની હાલ સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની વહિવટી તંત્રમાં હાલ વિંકલાંતના આધારે કૂલ 7 IAS અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી પાંચ અધિકારીઓ ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે જેમાં હવે પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ અધિકારીઓના મેડિકલ ટેસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એઇમ્સમાં થાય તેવી સંભાવના છે. તેમજ ફરીથી થનારી મેડિકલ તપાસમાં તેઓ અનફિટ જાહેર થાય તો તેમની નોકરી જાય તેવી પણ શક્યતા છે. અહેવાલ અનુસાર જે પાંચ અધિકારીઓ સામે તપાસ શરૂ કરાઈ છે તેમાં એક અધિકારી રાજ્યના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે જ્યારે 4 જૂનિયર IAS અધિકારી છે.

 Ips અને ifs અધિકારીઓમાં પણ તપાસ આવે તેવી શક્યતા

ગુજરાતના પાંચ અધિકારીઓની ફરીથી મેડિકલ તપાસના બહાર આવેલા અહેવાલથી અધિકારીઓમાં ભારે ચર્ચાઓ જાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ IAS અધિકારીઓની તપાસ બાદ Ips અને ifs અધિકારીઓમાં પણ તપાસ આવે તેવી શક્યતા છે.

યુવરાજસિંહે સરકારને અરીસો દેખાડ્યો

મહત્વનું છે કે, પૂજા ખેડકર કાંડ સામે આવ્યા બાદ યુવરાજસિંહે પણ વહીવટી તંત્રમાં ખોટી રીતે નોકરીઓ મેળવનારો અંગે માહિતી આપી હતી તેમણે કહયું હતુ કે, ગજરાતમા અલગ અલગ સ્પધાત્મક પરીક્ષા PH(ફિઝિકલ હેન્ડીકેપ) એટલ ક શારીરિક વિંકલાગ ના ખોટા સર્ટીફીકેટ ઉપર વર્તમાનમા પણ ગજરાતની અંદર નોકરી કરી રહ્યા છે. ગજરાત સરકાર જો ઇચ્છ તો આવા સાચા શારીરિક વિંકલાંગનો હક છીનનાર અને ખોટા સર્ટીફીકેટથી લાગનાર કૌભાડીઓ ને દુર કરી શકે છે. એક અંદાજ પ્રમાણે 2014 થી લઈને 2024 સધીના તમામ રિઝલ્ટ ઉપર તટસ્થ રી-વેરીફીકેશન કરવામા આવે તો 100+ કરતા વધારે બોગસ PH સર્ટીફીકેટ ખોટા જોવા મળશે. આ સાથે GPSC માં પણ આવા લોકો જોવા મળશે તેમજ વર્ગ 3 ની ભરતીમાં પણ આવા ખોટા PH સર્ટીફીકેટનો રાફળો ફાટેલો હોવાનું તેમણે જણાવ્યું છે.

યુવરાજસિંહે કરી આ માંગણી

આ સાથે તેમણે માંગણી કરી છે કે, રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ છેલ્લા 5 વર્ષમાં ભરતી પ્રક્રિયામાં લાગેલા ઉમેદવારોની તપાસ કરવામાં આવે અને આવા ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી લાગ્યા હોય તેમને દૂર કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : ‘અમે તેને સમજાવીશું કે તે સંન્યાસ ન લે…’ નિવૃત્તિ જાહેરાત બાદ વિનેશના કાકાએ આપી પ્રતિક્રિયા

Read More

Trending Video