Gujarat Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો સંભવિત કાર્યક્રમ અંગે માહિતી સામે આવી છે. જેમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે 27 ટકા ઓબીસી બેઠકોને અનુરૂપ વોર્ડ રચના અને અનામત બેઠકો અંગે નોટિફિકેશન જાહેર કર્યા છે જ્યારે પંચાયત વિભાગે ઓબીસી બેઠક અંગે નોટિફિકેશન ઇસ્યુ કર્યા છે. જાણકારી મુજબ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાઈ શકે છે આ માટેની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર
જાણકારી મુજબ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠક નિશ્ચિત કરી દેવામા આવી છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્યની નગરપાલીકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. જેમાં રાજ્યની 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન પણ જાહેર કરાયું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. આ નોટિફિકેશનના આધારે કહી શકાય કે, રાજ્ય ચૂંટણી પંચ આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે.