Gujarat Kshatriya Samaj : ગુજરાતમાં પુરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના એક નિવેદને લોકસભા ચૂંટણીમાં ભાજપને દિવસના તારા દેખાડી દીધા હતા. પુરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરુ થયેલ આ સમગ્ર મામલાએ ક્ષત્રિય સમાજમાં એટલો રોષ ભર્યો કે ના માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાંથી ક્ષત્રિય સમાજ એકજુટ થઇ ગયો હતો. લોકસભા ચૂંટણીના પરિણામમાં આમ તો આ આંદોલનની કોઈ જ અસર થઇ નથી. પરંતુ હવે આ ક્ષત્રિય સમાજને પોતાના અસ્તિત્વને ક્યાંક વસવસો રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે એક પત્રિકા સામે આવી છે જેમાં હવે ક્ષત્રિય સમાજે એક નવા આંદોલનના બણગા ફૂટ્યા છે. અને હવે ક્ષત્રિય સમાજે આ આંદોલનનું ગયુગલ ફૂંકી દીધું છે.
આજે સામે આવેલી પત્રિકામાં ક્યાંક ક્ષત્રિય સમાજને પોતાનું અસ્તિત્વને હવે પ્રશ્નો ઉભા કાર્ય છે. સાથે જ તેમને લાગે છે કે ક્ષત્રિય સમાજને રાજકીય, સામાજિક, કે શૈક્ષણિક કોઈ જ ક્ષેત્રમાં લાભ મળી શક્યો નથી. તેથી જ હવે તેમને લાગે છે કે ક્યાંક તેમની છબી ખરડવામાં આવી હોય અને ખોટી ચીતરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ હવે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ નામના એક નવું આહવાન કર્યું છે. જ્યાં હવે ક્ષત્રિય સમાજ એકત્ર થશે. અને પોતાના હક્કો માટે આગળ આવશે. આ મંચમાં એક યુવાનથી લઈને રાજરાજવાળાઓને જોડવામાં આવ્યા છે.
ક્યાં યોજાશે આ કાર્યક્રમ ?
ક્ષત્રિય સમાજનું આયોજન અમદાવાદ-ગાંધીનગરના ઓગણજ ગામમાં શ્રી કરેન્દ્રસિંહ જે. સરવૈયા રાજપૂત સમાજ ભવન ખાતે “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ “ની શરૂઆત કરવામાં આવશે. આગામી 20 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ “ની જવાબદારી ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલને આપવામાં આવી છે. અને તેમને આ જવાબદારી સ્વીકારી પણ છે. આ સાથે જ આ કાર્યક્રમ દરમિયાન જ તેઓ આ મંચના અધ્યક્ષનું પરગ્રહણ કરશે.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જે બાદ હવે આ ચૂંટણીમાં જો ફરી ક્ષત્રિય સમાજ મેદાને આવશે તો હવે ભાજપની માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.