Janmashtami 2024: જય કનૈયા લાલ કી… નાદથી ગૂંજી ઉઠ્યા મંદિરો, દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ

August 27, 2024

Janmashtami 2024: રાજ્યભરમાં આજે ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારે વરસાદની વચ્ચે પણ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તમામ મંદિર પરિસરમાં ભક્તો ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’, ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’ના નાદ લગાવી રહ્યા છે અને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણના 5251 જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદના ઈસ્કોન મંઘિર પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ

જન્માષ્ટમીને લઈને અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સામાન્ય જનતાની સાથે ભગવાનના દર્શનનો લ્હાવો લીધો છે. ભક્તોની ભીડ વચ્ચે સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. ભગવાનના જન્મોત્સવને લઈને જગતના નાથના મુખ્યમંત્રીએ વધામણાં કર્યા છે.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી….

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દેશભરના અનેક મંદિરોમાં ધામધૂમથી કરવામાં આવી છે અને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વની ઉજવણી રાજ્યના દ્વારકા, શામળાજી, ડાકોર, અમદાવાદ ઈસ્કોન મંદિર સહિત ઘણા મંદિરોમાં કરવામાં આવી રહી છે. આ મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી….નાદથી મંદિરોમાં ધૂન બોલાવવામાં આવી રહી છે.

શામળાજીમાં પણ ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

આ સિવાય શામળાજીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદની વચ્ચે ભક્તો શામળાજીમાં ભગવાનના દર્શન માટે ભીડ ઉમટી હતી અને ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો.  જ્યારે મથુરામાં ભગવાન કૃષ્ણની જન્મોત્સવની અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણની મૂર્તિ રત્નો અને આભૂષણો જડિત છે અને શ્રી કૃષ્ણની મૂર્તિને પીળા વસ્ત્રો અને મુગટથી શણગારવામાં આવી છે.

તુલસીશ્યામ મંદિરમાં ઉમટી ભકતોની ભીડ

જ્યારે ગીર સોમનાથના અતિ પૌરાણિક શ્યામ ભગવાનના તુલસીશ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તુલસીશ્યામમાં પણ ભક્તોની ભડી ઉમટી હતી અને લાલાના દર્શનનો લ્હાવો લીધો હતો.

 

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મુખ્ય સચિવ રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી

Read More

Trending Video