Gujarat High Court : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના કેસ વધી રહ્યા છે. જેમાં ઘણી વખત સુરક્ષાને લઈને પણ આ અકસ્માતો બનતા રહે છે. ગુજરાતમાં પહેલા તો હાઇવે પર જ હેલ્મેટ ફરજીયાત હતું. પરંતુ હવે વધતા અકસ્માતના કેસને લઈને હવે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાને લઈને મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટનાં ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે. ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે. હાઈકોર્ટે કહ્યું કે, 15 દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે. ફરજિયાત હેલ્મેટના અમલીકરણ માટે હાઇકૉર્ટે 15 દિવસનો સમય આપ્યો છે.