તથ્યની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી દીધી છે. જેથી હવે તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.
હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી
અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ કાર અકસ્માત કેસને લઈને આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી આ મામલે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે બંન્ને પક્ષના વકીલોની ધારદાર દલીલો સાંભળીને કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. જામીન અરજી ફગાવાતા તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નહીં મળતા હવે તે સુપ્રિમ કોર્ટના શરણે જઈ શકે છે.
સરકારી વકીલની ધારદાર દલીલો
તથ્ય પટેલની નિયમિત જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં વકીલ જાલ ઉનવાલાએ દલીલો કરતા કહ્યું હતુ કે, રાત્રે 12.30 કલાકે રોડ ઉપર ટ્રાફિક હોય તેવું માની ન શકાય, આ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ નથી પરંતું આ સંપૂર્ણ કેસ બેદરકારીનો છે. ત્યારે સરકારી વકીલે તેની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તથ્યના મિત્રના નિવેદન સાંભળતા લાગે છે કે, તથ્યને અકસ્માત થવાની શક્યતાની ખબર હતી.