Gujarat Heavy Rainfall : ગુજરાતમાં પડેલ ભારી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમદાવાદમાં ગઈકાલથી પડેલા વરસાદ બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં એકથી બે ફૂટ પાણી જમા થઈ ગયા છે. રસ્તાઓ નદી બની ગયા છે અને અનેક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અમદાવાદના ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં રસ્તાઓ પર પાણી જમા થવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, ત્યારે ગુજરાત (Gujarat Heavy Rainfall)માં અમદાવાદ (Ahmedabad) સહિત તાપી, અમરેલી, ભાવનગર (Bhavnagar)માં વરસાદ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે.
ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિને કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર તરફથી મદદની ખાતરી આપી છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં કેટલો વરસાદ ?
24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં સવા 14 ઈંચ, ડાંગમાં સાડા 10 ઈંચ વરસાદથી જળબંબાકાર, કપરાડામાં 24 કલાકમાં સાડા 10 ઈંચ, વઘઈમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ, ધરમપુર અને ડેડિયાપાડામાં સાડા 9 ઈંચ, વલસાડ અને સાગબારામાં 9-9 ઈંચ, સુબીર, મુળી વાંસદામાં સાડા 8 ઈંચ, રાજકોટમાં સવા 8 ઈંચ, ચોટીલા, સંતરામપુર, કુકરમુંડામાં પોણા 8 ઈંચ, વાંકાનેર, શહેરા, પારડીમાં સાડા 7 ઈંચ, નાંદોદ અને હળવદમાં 7-7 ઈંચ, વાપી, ફતેપુરા, કરજણમાં સાડા 6 ઈંચ, પડધરી અને ક્વાંટમાં 6-6 ઈંચ, દાહોદ અને મોડાસામાં પોણા 6 ઈંચ, કડાણા અને લુણાવાડામાં સાડા 5 ઈંચ, થાનગઢ, મહુધા, ચીખલી, નડિયાદમાં 5-5 ઈંચ, ગણદેવી, ઉમરપાડા, નીઝરમાં સાડા 4 ઈંચ, વઢવાણ, શિનોર, છોટાઉદેપુરમાં સાડા 4 ઈંચ, સાયલા, ધ્રાંગધ્રા, લોધિકામાં 4-4 ઈંચ, ખાનપુર અને મોરવા હડફમાં 4-4 ઈંચ, રાજ્યના 35 તાલુકામાં 3થી 4 ઈંચ સુધીનો વરસાદ, રાજ્યના 37 તાલુકામાં 2થી 3 ઈંચ સુધી વરસાદ અને રાજ્યના 77 તાલુકામાં 1થી 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
#WATCH | Arvalli, Gujarat: Heavy waterlogging witnessed in the Malpur area after incessant rainfall in the city. pic.twitter.com/ChYHWxPBzw
— ANI (@ANI) August 26, 2024
જાણો IMDનું નવું અપડેટ
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા પૂર્વ રાજસ્થાનમાં દબાણ વિસ્તાર એક ઉચ્ચ દબાણ વિસ્તારમાં પરિવર્તિત થયો છે, જેના કારણે બંને રાજ્યો સિવાય, આગામી સમયમાં ગુજરાતને પણ અસર થશે. બે-ત્રણ દિવસ ગોવા અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. IMD અનુસાર, 25 ઓગસ્ટે રાત્રે , ઉચ્ચ દબાણનું કેન્દ્ર રાજસ્થાનના ચિત્તોડગઢથી 70 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં હતું. સવારે 2 વાગ્યે જારી કરાયેલા અપડેટમાં, IMDએ જણાવ્યું હતું કે આ દબાણ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે, દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતને અસર કરે છે અને 29 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
શનિવારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગામડાઓને જોડતા રાજ્ય ધોરીમાર્ગો અને રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના 206માંથી 66 જળાશયોમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. છ રાજ્ય ધોરીમાર્ગો અને 36 પંચાયતી રસ્તાઓ ડૂબી ગયા હતા, એમ સરકારે એક અપડેટમાં જણાવ્યું હતું.
#WATCH | Gujarat: Waterlogging situation in several parts of Nadiad city due to incessant rainfall in the area. pic.twitter.com/HqLt83MKyE
— ANI (@ANI) August 26, 2024
આ પણ વાંચો : Morbi Rain : ગુજરાતના મોરબીમાં અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી નદીમાં ખાબકતા લોકો તણાયા, NDRFએ રેસ્ક્યુ હાથ ધર્યું