Gujarat Heavy Rain : ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક દિવસથી પહેલા સૌરાષ્ટ્ર (Saurashtra), ત્યારબાદ કચ્છ (Kutch) અને હવે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં મુશળધાર વરસાદ (Gujarat Heavy Rain) વરસી રહ્યો છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરુઆત જોવા મળી રહી છે. સુરત (Surat), ભરૂચ (bharuch), નવસારી (Navsari) અને તાપી (Tapi) જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી હતી. જેના કારણે આ તમામ જિલ્લાઓમાં પૂર (Flood)ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને સાથે જ હવામાન વિભાગના એલર્ટ અને સાવચેતીના ભાગરૂપે ભરૂચ અને તાપીમાં આજે શિક્ષણકાર્ય બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
સુરતમાં વરસાદના કારણે પાણી ભરાયા
આપને જણાવી દઈએ કે સુરતમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે, જેના કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની બેટિંગ સતત ચાલુ છે. ભારે વરસાદથી હવે શહેર અને ગ્રામ્ય પંથકમાં 5 થી 6 ફૂટથી પણ વધારે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સુરતમાં હાલ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતમાં ગઈકાલથી લઈને આજ સુધીમાં કેટલો વરસાદ પડ્યો….
#WATCH सूरत (गुजरात): बारिश के कारण सूरत में बाढ़ जैसे हालात बन गए हैं जिससे लोगों को परेशानी का सामना करना पड़ रहा है। (23.07) pic.twitter.com/WZ0anreU4c
— ANI_HindiNews (@AHindinews) July 24, 2024
ભરૂચમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
ભરૂચમાં વહેલી સવારથી વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચમાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર આવેલી આ ઝુપડપટ્ટીમાં 200 પરિવારો રહે છે. જ્યાં પાણીનો ભરાવો થતા હવે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઝુપડપટ્ટી આખી ખાડામાં હોવાથી ઘુટણસમાં પાણી ભરાઈ ગયા હતા. ભરૂચ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં શિક્ષણકાર્ય આજે બંધ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે કલેક્ટરે કેટલાક ગામમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લામાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં જંબુસર 9 મી.મી, આમોદ 5 મી.મી, વાગરા 11 મી.મી, ભરૂચ 1 ઇંચ, ઝઘડિયા 3 ઇંચ, અંકલેશ્વર 1.5 ઇંચ, હાંસોટ 4 ઇંચ, વાલિયા 3.5 ઇંચ, નેત્રંગ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
#WATCH सूरत (गुजरात): बारिश के कारण सूरत में बाढ़ जैसे हालात बन गए हैं जिससे लोगों को परेशानी का सामना करना पड़ रहा है। (23.07) pic.twitter.com/WZ0anreU4c
— ANI_HindiNews (@AHindinews) July 24, 2024
નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ
નવસારી સહિત ઉપરવાસ માં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વરસાદને કારણે નવસારી જીલ્લાની અંબિકા,કાવેરી,અને પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવાથી માત્ર 2 ફૂટ દૂર છે. હાલ કાવેરી નદી 17 ફૂટની સપાટીએ વહી રહી છે. જ્યારે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 17 ફૂટ વટાવાથી માત્ર 5 ફૂટ દૂર છે. હાલ પૂર્ણા નદી 17 ફૂટ વહી રહી છે. ત્યારે નવસારીમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે.
તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
તાપી જિલ્લામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિ દરમિયાન તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લામાં આવેલા ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. સોનગઢ તાલુકામાં આવેલ ડૉશવડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડૉસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા 15 થી વધુ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. અતિભારે વરસાદના કારણે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. તાપી જિલ્લા કલેક્ટરની સૂચના થી તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.