Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં કેટલાક દિવસોથી હવામાન ચોખ્ખું રહ્યું હતું, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અને જેના કારણે ગુજરાતમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વરસાદ લાવનારી ત્રણ સિસ્ટમ સક્રિય
છેલ્લા ઘણા દિવસોથી વિશ્રામ કરી રહેલ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ કારણોસર આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપરથી પસાર થશે અને ત્યારબાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 99.66 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108 ટકા, સૌરાષ્ટ્રમાં 102 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 99 ટકા અને ઉત્તર ગુજરાતમાં 80 ટકા નોંધાયો છે.
આ જિલ્લાઓમાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે આજે રાજ્યમાં રેડ એલર્ટ આપ્યું હતું. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી 48 કલાક હવે સૌરાષ્ટ્ર માટે ખુબ ભારે છે. જેના કારણે દરિયાકિનારે પણ ભયજનક સિગ્નલ આપવામાં આવ્યું છે. સાથે જ વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથે બચાવ અને રાહત કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Dam : ગુજરાતમાં અત્યારે મોટાભાગના ડેમ ભયજનક સપાટીને પાર, વધુ વરસાદ પડશે તો વિનાશ સર્જાશે