Gujarat Heavy Rain : ગુજરાતને છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ઘમરોળ્યું છે. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ગુજરાત પર આવેલી આકાશી આફતને પહોંચી વળવા કેન્દ્રમાંથી 6 ટીમ બચાવ કામગીરી માટે ગુજરાત મોકલવામાં આવી છે.
ગુજરાતમાં બચાવકાર્ય માટે આર્મીની 6 ટીમ
ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ ટીમ ફાળવી છે. આ આર્મીની ટીમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.
આ પણ વાંચો : Kutch Heavy Rainfall : ગુજરાતમાં વરસાદે મચાવ્યું તાંડવ, કચ્છમાં રસ્તાઓ પર વહી નદીઓ, જનજીવન અસ્તવ્યસ્ત