GMERS medicalcollege fee reduced : GMERS મેડિકલ કોલેજમાં કરેલ તોતિંગ ફી વધારા મામલે છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરવામા આવી રહ્યુ હતું. વિદ્યાર્થીઓ સરકાર પાસે આ ફી વધારાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના હીતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
GMERS મેડિકલ કોલેજની ફીમાં થયો ઘટાડો
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે. તે મુજબ સરકારે GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. જેથી હવે ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.
અગાઉ તોતિંગ વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા
ઉલ્લેખનીય છે કે, સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી.
✅મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.
✅તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.
— Rushikesh Patel (@irushikeshpatel) July 16, 2024
મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 80 લાખમાં MBBS થાય, વિદેશમાં 25થી 30 લાખ ત્યારે સરકારે એકા એક ફી વધારો ઝીંકી દેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ વાંચો :Himmatnagar માં 3 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત, હજુ આટલા બાળકો સારવાર હેઠળ