Gujarat Government : ગુજરાતમાં કેટલાક જ્ઞાતિગત એવા શબ્દો છે જેના પર પ્રતિબંધ લગાવાવમાં આવ્યો છે. જેના દ્વારા તિરસ્કાર કે અપમાનની લાગણી અનુભવાતી હોય છે. આ શબ્દો બોલવા કે જાહેરમાં તેમનો પ્રયોગ સુધ્ધાં કરવાથી કાયદાની કેટલીક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. ગુજરાત સરકારે વધુ એક શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. ગુજરાતમાં ઠાકોર, પાટણવાડિયા, બારૈયા, બારિયા, પગી, ધારાળા જ્ઞાતિ માટે ઠાકરડા શબ્દનો પ્રયોગ કરી શકાશે નહિ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 146 પૈકીની 72મી જાતિના શબ્દમાં સુધારો કરવામાં આવ્યો છે. ઠાકરડા શબ્દના પ્રયોગથી અપમાન-તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની સરકારને રજૂઆત મળી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને હવે જાહેરમાં કોઈ પણ જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કરી શકાશે નહિ.

