Gopal Italia મામલે ઉંઘમાંથી જાગી ભાજપ સરકાર, લેવો પડ્યો આ મોટો નિર્ણય

September 4, 2024

Gopal Italia : છેલ્લા બે દિવસથી આપ (AAP) નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) અમદાવાદ પોલીસમાં (Ahmedabad Police) તેમના પ્રમોશનને (promotion) લઈને ટ્વિટ કર્યું હતુ જેને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો હતો કે, તેમને રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું છે. આ સાથે તેમને હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા જોકે ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ પર અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો હતો. પરંતું તેની પર આજે ગોપાલ ઈટાલિયાએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

મળતી માહિતી અનુસાર ગોપાલ ઈટાલીયાએ આજ સવારે પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવેલ ગંભીર મુદ્દાનો ગુજરાત સરકારમાં પડઘો પડ્યો.જે બાદ ગોપાલ ઈટાલીયાના હેડ કોન્સ્ટેબલ પ્રમોશનની ઘટના બાદ ગુજરાત સરકારે આખરે મોટો નિર્ણય લેવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે આજરોજ તા: ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ સુરતથી પ્રેસ કોન્ફરન્સ કરીને ગોપાલ ઈટાલિયાએ કર્મચારીઓના ડિજિટલ ડેટા હોવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે ગોપાલ ઈટાલીયાએ ઉઠાવેલા અવાજના કારણે અચાનક ઊંઘમાંથી જાગેલી ભાજપ સરકારે એક મોટો નિર્ણય લેવો પડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે આજરોજ એક પરિપત્ર બહાર પાડીને ગુજરાતના તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની “કર્મયોગી” નામની સરકારી એપ્લિકેશન ઉપર નોંધણી કરવાની જાહેરાત કરી છે. “કર્મયોગી” એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના તમામ વિભાગમાં ફરજ બજાવતા તમામ પ્રકરણ હોદ્દાના અધિકારીઓ અને કર્મચારીઓની એક સેન્ટ્રલાઈઝ્ડ ડિજીટલ જાણકારી ઉપલબ્ધ થઈ રહેશે અને ભવિષ્યમાં ભૂતિયા કે નકલી કર્મચારીઓની સમસ્યા રોકી શકાય. આમ, ગોપાલ ઈટાલીયાને મળેલા હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશનના કારણે ભાજપ સરકારે ખૂબ મોડે મોડે પણ એક મહત્વનો નિર્ણય લેવો પડ્યો છે.

આ સિવાય એમ પણ જણાવ્યું છે કે કર્મયોગી એપ્લિકેશનમાં જેણે નોંધણી નહીં કરી હોય તેનો પગાર રોકવામાં આવશે, આ અંગે ગંભીરતા પૂર્વક નોંધ લેવી, તેમજ સબંધિત કચેરીના વડા દ્વારા જે તે મહિનાના પગારબિલ સાથે તેઓની કચેરીના તમામ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્મયોગી એપ્લીકેશનમાં થઈ ગયા તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલીયાએ આજ સવારે જ માંગણી કરેલ હતી કે ગુજરાતના તમામ કર્મચારીઓની ડિજિટલ સ્વરુપમાં સેન્ટ્રલાઈઝ્ડ માહિતી સરકાર પાસે હોવી જોઈએ. ગોપાલ ઈટાલીયાએ નવ વર્ષ પહેલા રાજીનામું આપ્યું હોવા છતાં નવ વર્ષ બાદ તેનું હેડ કોન્સ્ટેબલ પ્રમોશન યાદીમાં નામ આવતા છેલ્લાં બે દિવસથી સરકારની નબળી કામગીરી, લાલીયાવાડી અને નબળાઈ ઉપર સોશિયલ મીડિયામાં ખુબ જ ટીકાઓ થઈ હતી. ગોપાલ ઈટાલીયાને હેડ કોન્સ્ટેબલ પ્રમોશનની ઘટના પરથી એક વાત બહાર આવી કે, ગુજરાત સરકાર પાસે સમગ્ર ગુજરાતના સરકારી કર્મચારી અને અધિકારીઓની કોઈ સેન્ટ્રલાઈઝ ડિજીટલ માહિતી છે નહીં. જો સરકાર પાસે ગુજરાતના તમામ કર્મચારીઓની સેન્ટ્રલાઈઝ માહિતી ન હોય તો અનેક ભૂતિયા કર્મચારીઓ તેમજ સરકારી અસ્તિત્વમાં આવી શકે છે. આ સિવાય સરકારી કર્મચારીઓની ડિજિટલ માહિતીની સિસ્ટમ ન હોવાના કારણે નકલી અધિકારીઓની ભરમાર લાગી છે.

ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ શહેર પોલીસના અધિકારી પર સવાલ ઉઠાવ્યા

વધુમાં Gopal Italia એ અમદાવાદ શહેર પોલીસના અધિકારી પર સવાલ ઉઠાવતા જણાવ્યુ કે, આમા મારા નામની સામે પોલીસ સ્ટેશનું નામ નથી તો બીજા ઘણા કોન્સ્ટેબલના નામની સામે ખાનુ ખાલી છે અને આ ખાનું ખાલી હોય તેનો મતલબ એ છે કે જે કોન્સ્ટેબલ ઓએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તે કોન્સ્ટેબલનું ખાનુ ખાલી રાખવામાં આવ્યું છે, જેથી કરીને તેને બઢતી આપતા પહેલા સર્ટિફિકેટ જમા કરાવી દે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ આ પત્ર સરખી રીતે વાંચ્યો નથી. વધુમાં તેમને સવાલ કર્યો હતો કે, જ્યારે મેં રાજીનામું આપ્યું ત્યારે હું પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતો હતો. એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું પાંચ વર્ષ નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે-સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી મળે. મેં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી કર્મચારી તરીકે ફરજ નહોતો બજાવતો પરંતુ હું ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મને ક્યારેક કાયમી કર્મચારી તરીકેની ડ્યુટી મળી જ નથી. હું ક્યારેક કોન્સ્ટેબલ બન્યો જ નથી તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શા માટે બનાવવામાં આવે? તો પછી આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શા માટે આવ્યું?

પોલીસમાં નોકરી ન કરતા હોવાના અનેક નામ સામેલ

વધુમાં Gopal Italia એ જણાવ્યું કે, આ લિસ્ટમાં અનેક એવા નામ છે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી તેમજ ચાર-પાંચ લોકો પોલીસ ખાતામાં નોકરી કરે છે પરંતુ કોન્સ્ટેબલ નથી, એએસઆઇ છે અથવા પીઆઇ છે. જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકીને એએસઆઇ કે પી એસ આઈની ભરતી પાસ કરીને અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઇ બની ગયા છે, તેવા વ્યક્તિનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? જે માણસ પોલીસ ખાતાની નોકરીમાંથી રાજીનામું આપીને બીજા ખાતાની નોકરીમાં લાગી ગયા છે, તેમનું નામ આ લિસ્ટમાં કઈ રીતે આવ્યું તેવા ગંભીર સવાલો કર્યા હતા.

આ પણ વાંચો: Gujarat Rain Alert : ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, આગામી 5 દિવસ આ જિલ્લાઓ માટે મુશળધાર વરસાદનું એલર્ટ

Read More

Trending Video