Gujarat Government : મૃદુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહી રહીને જાગ્યા, સરકારને અંતે ભાન થયું કે ભ્રષ્ટ અધિકારીઓને કારણે સરકાર પડી જશે

July 5, 2024

Gujarat Government : ગુજરાત અને ભ્રષ્ટાચાર અત્યારે તો એક સિક્કાની બે બાજુ બનતા જઈ રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં ભ્રષ્ટાચાર (Corruption)ના ઘણા કેસ સામે આવી રહ્યા છે. આ ભ્રષ્ટાચારને કારણે કેટલીયે જીવલેણ ઘટનાઓ પણ બની. પરંતુ અત્યાર સુધીમાં આ અધિકારીઓને કોઈ સજા આપવામાં આવી નહોતી. ભાજપ (BJP)માં આવેલા રેલા બાદ હવે ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે ભ્રષ્ટ અધિકારી (Corrupt Officers)ઓ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે.

ક્લાસ 1 અધિકારીઓને ફરજીયાત નિવૃત કરાયા

મુખ્યમંત્રીએ આજે સરકારને દઝાડતો ઘાણવો સાફ કર્યો છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગત આવતા નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી.નેતા અને એસ.એચ .ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી આજે ઘર ભેગાકરી દીધા છે. આ સાથે જ GAS એસ.જે. પંડ્યા નિવૃત જાહેર થાય એ પહેલા જ તેમને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. એસ.જે. પંડ્યા સામે અગાઉ પણ 4 ફરિયાદ થયેલી છે. અને ત્યારબાદ ફરી એકવાર દાહોદમાં નકલી કચેરીમાં એસ. જે પંડયાનુ નામ સામે આવતા તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દાહોદમાં જે નકલી કચેરી ઝડપાઈ હતી, તેમાં આ પંડ્યાનો મોટો હાથ સામે આવે અને ક્યાંકને ક્યાંક સરકાર પર સવાલ થાય એ પહેલા જ આ બધાને ઘર ભેગા કરી દીધા છે.

ગઈકાલે 3 પીઆઇને ફરજીયાત નિવૃત કરવામાં આવ્યા

ગુજરાત સરકાર દ્વારા અત્યારે આકરા પગલાઓ લેવાઈ રહ્યા છે. ગઇ કાલે એક સાથે ત્રણ પીઆઇને ફરજિયાત નિવૃત્તિના આદેશ કરવામાં આવ્યા હતા. આ આદેશ ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યા છે. હથિયારી PI એફએમ કુરેશી, ડી.ડી ચાવડા અને આર.આર બંસલને ફરજિયાત નિવૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. એફએમ કુરેશી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પકડ પાર્ટીમાં હતા. ત્યારે રંગેહાથ લાંચ લેતા ઝડપાયા હતા. આ ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. જેને લઈને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે. ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. જેને લઈને તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહીં હતી. એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

પરંતુ શું તમે જોયું ક્યારેય આ સરકારના અધિકારીઓ પર કોઈ કેસ હોય અને જો એ અધિકારીઓ શાસક પક્ષના કોઈ મોટા નેતાની નજીક હોય તો તેમનું નામ આવે તો તેમની બદલી કરાવવામાં આવે છે. પરંતુ જેની લાગવગ નથી તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. અને જો સરકારના જ કોઈ મંત્રી આ પ્રકારના કેસમાં સામેલ હોય તો તેમને કંઈ કરવામાં આવતું નથી. કારણ કે સરકારને ખબર છે કે જો આપણે આનું કંઈ બગાડશું તો તેની પાછળ તો એવા રક્ષક છે જે આપણને પછાડી દેશે. આપણને બધાને ખબર છે કે અત્યાર સુધી એવા ઘણા નેતાના નામ ખુલ્યા છે છતાં પણ સરકાર ઘણા મોટા કેસોમાં ચુપ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર ખાલી લોકોને દેખાડવા માટે આ કરી રહી છે કે ખરેખર એક્શન મોડમાં આવી છે.

આ પણ વાંચોAdani SEZ : ગુજરાત હાઈકોર્ટમાંથી આજે અદાણી SEZને મોટો ઝટકો, ગૌચરની લીધેલી જમીનમાંથી 231 એકર જમીન ગામને પછી આપવી પડશે

Read More

Trending Video