Gujarat: વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની તારીખોને મોટા સમાચાર સામે આવ્યા છે. સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની તારીખો જાહેર કરાઈ છે. નોંધનીય છે કે 5 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર આ પરીક્ષા કસોટી યોજાશે. જોકે, ખાસ વાત એ છે કે 823 જગ્યાઓ માટે આ શારીરિક કસોટી યોજાશે.
મળતી માહિતી અનુસાર Gujarat વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 25 ટકા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો હતો. જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા 25 ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે ગ્રાઉન્ડ ગાંધીનગર, પંચમહાલ, સુરત અને જૂનાગઢમાં આયોજન કરાયું છે.
ક્યારે યોજાશે પરીક્ષા?
જાહેર નોટિસ મુજબ શારિરી કસોટી 05 થી 07 ઓક્ટોબર, 2024 દરમિયાન યોજાશે. પરીક્ષાનો સમય સવારે 5 થી 10 વાગ્યા સુધીનો રહેશે. જે ઉમેદવાર શારિરીક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત નહીં રહે તેઓને બીજી તક આપવામાં નહીં આવે. આ સિવાય તેમની ઉમેદવારી પણ રદ થશે. નોટિસમાં ઉત્તર ગુજરાત (ગાંધીનગર), મધ્ય ગુજરાત (વડોદરા), દક્ષિણ ગુજરાત (સુરત) અને સૌરાષ્ટ્ર (જુનાગઢ) વિસ્તાર માટે શારિરીક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય તથા પરીક્ષા સ્થળની માહિતી આપવામાં આવી છે. સાથે જ ઉમેદવારોને વધુ વિગત માટે GSSSB ની સત્તાવાર વેબસાઇટ http //forests.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવાનું કહેવાયું છે.