Gujarat Flood : ગુજરાતના ત્રણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે મુખ્યમંત્રી, અધિકારીઓ સાથે બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે

August 29, 2024

Gujarat Flood : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર સક્રિય વરસાદી સિસ્ટમને કારણે સૌથી વધુ જામનગર અને દ્વારકામાં અસર પડી છે. રસ્તાઓનું ધોવાણ થઇ ગયા, ગામ અને શહેર બેટમાં પરિવર્તિત થઇ ગયા છે. ઘણા છેવાડાના ગામો તો સંપર્ક વિહોણા બન્યા છે. અને જામનગર અને દ્વારકામાં તો સોસાયટીઓ જળમગ્ન બની છે. ત્યારે આ પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી જામનગર, દ્વારકા અને વડોદરાની મુલાકાતે જવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા જામનગર, દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે. મુખ્યમંત્રી થોડી વારમાં આજે હવાઈ માર્ગે જામનગર પહોંચશે અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે. અને દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે. મુખ્ય સચિવ રાજકુમાર પણ આ મુલાકાત માટે CM સાથે જશે.

આ પણ વાંચોJamnagar Flood : સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘકહેર, જામનગર અને દ્વારકામાં પૂરની પરિસ્થિતિથી ચોતરફ વિનાશ વેરાયો, બચાવ કામગીરી સતત ચાલુ

Read More

Trending Video