Gujarat Flood : ગુજરાતમાં પૂરથી નુક્શાનીને લઈને અમિત ચાવડાનો CM ને પત્ર, ખેડૂતોના પાકની નુક્શાનીના વળતરની કરી માંગ

August 30, 2024

Gujarat Flood : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે ચોતરફ વિનાશ વેરાયો છે. ગુજરાતના જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર અને વડોદરામાં તો જાણે આકાશી આફત વરસી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકશાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા હવે ખેતીના ઉભા પાકને પણ નુકશાન થયું છે. ક્યાંક વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ક્યાંક ઢોર મૃત્યુ પામ્યા છે. ત્યારે રાજ્યના આ જિલ્લાઓમાં પૂર્ણ કારણે આ નુક્શાનીને લઇ હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા છે. સાથે જ ખેડૂતોને પણ તેમના પાકની નુક્શાનીનું વળતર ચુકવવામાં આવે તેવો પત્ર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો છે.

Read More

Trending Video