Gujarat Flood : ગુજરાતમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદમાં 28ના મોત, સરકાર અને તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ

August 28, 2024

Gujarat Flood : ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો અત્યારે પાણીથી તરબોળ બન્યા છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતની જેમ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત બચાવ અને રાહત કામગીરી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સમીક્ષા બેઠક કરી હતી. અત્યારે ગુજરાતની પૂર ગ્રસ્ત પરિસ્થિતિમાં ઘણા લોકો ફસાયા છે. અને ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે આ આકાશી આફતને કારણે 4 દિવસમાં 28 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે સરકાર પણ અત્યારે દરેક પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડવાના પૂરતા પ્રયાસ કરી રહી છે.

Read More

Trending Video