Gujarat Farmers : ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કેમ વિલંબ, પાલ આંબલિયાના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને સણસણતા સવાલ

January 22, 2025

Gujarat Farmers : ગુજરાતમાં સરકાર જો કૃષિલક્ષી યોજનાઓ લાવતી હોય તો જગતનો તાત હંમેશા હેરાન કેમ રહે છે. નવા વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ તો કરી પરંતુ આ ખરીદીની ગતિ ક્યાંક ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે જ હવે ખેડૂત નેતા પણ આંબલીયાએ કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અને સાથે જ તેમણે આ મામલે સરકારને આડેહાથ લીધી હતી.

ખેડૂતનેતા પાલ આંબલીયાએ કહ્યું કે, ખરીદીની કામગીરી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી એ 2 મહિને માત્ર 20% કામગીરી પૂર્ણ કરી છે. આ જ ગતિએ કામ ચાલે તો બાકી રહેતો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે. 160 કેન્દ્ર પર રોજ 100 ખેડૂતોની નિયમિત ખરીદી કરી હોત તો 20-25 દિવસમાં ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત. વેપારીઓ માલામાલ, ખેડૂતો પાયમાલ થાય એવી નીતિ થી ખરીદી પ્રક્રિયા ચાલે છે. ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ બંધ રહ્યું હતું. બારદાન, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, મજૂરો ના અભાવ જેવા બહાના હેઠળ ખરીદી 33% દિવસમાં ખરીદી બંધ રહે છે. સરકાર ખરીદી કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે અમલ ગોકળગાય ગતિએ થાય છે. અધિકારીઓને 1% પણ આયોજન આવડતું નથી અથવા યોગ્ય આયોજન ઈરાદાપૂર્વક કરતા નથી. મુખ્યમંત્રી, કૃષિમંત્રી પણ અધિકારીઓની ચૂંગલમાં ફસાયેલા હોય એમ લાગે છે. ખેડૂતો વાતો કરે છે કે, “પોપા બાઈના રાજની જેમ અત્યારે ભોપાભાઈનું રાજ છે.”

Gujarat FarmersGujarat FarmersGujarat Farmers

આ પણ વાંચોChaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી શિક્ષણમંત્રી સાથે મુલાકાત, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ કરવા કરી રૂબરૂ રજૂઆત

Read More

Trending Video