Gujarat Election : સ્થાનિક સ્વરાજમાં જંગ પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો, ગુજરાતમાં આટલી બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર

February 4, 2025

Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે પણ રાજકીય પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને અપક્ષના નેતાઓ દ્વારા નગરપાલિકા અને પંચાયતની ઘણી બેઠકો પર ફોર્મ પાછા ખેંચીને ભાજપને બિનહરીફ જીત અપાવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ કે અપક્ષના ઉમેદવારો ભાજપના દબાણવશ કે, લોભ-લાલચને લઈને ફોર્મ પરત ખેંચી રહ્યા છે. ત્યારે ભાજપ ચૂંટણી લડ્યા પેહલા જ ઘણી બધી બેઠક પર બિનહરીફ થઈ છે.

ભાજપ કઈ બેઠકો પર બિનહરીફ જીતી છે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા જ ભાજપે વિજય મેળવ્યો છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ, જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે. જૂનાગઢમાં ભાજપ દ્વારા 9 બેઠક પર બિનહરીફ થતા જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષે ભાજપ પર આક્ષેપ કર્યા છે.

Gujarat Election

જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ અમિત પટેલે શું કહ્યું?

છેલ્લા બે દિવસથી અમારા ઉમેદવારોને ધાક-ધમકી આપીને લોકશાહીની હત્યા કરવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના લોકોએ ફોર્મ ભર્યા છે, તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ગુંડાતત્વો દ્વારા અને તેઓને લાલચો આપવામાં આવી છે. ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યું છે.

આ પણ વાંચોGujarat Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના જ નેતાઓનો બળવો, ટિકિટ ના મળતા કર્યા પક્ષપલટા

Read More

Trending Video