Gujarat Election : ભાજપમાં ઘણા સમયથી પક્ષની અંદરનો આંતરિક વિખવાદ સામે આવતો હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીમાં આ વિખવાદ દેખાય રહયો છે. પક્ષની અંદર ઉમેદવારી કરવાને લઈને ઘણી બધી જગ્યાએ વિવાદ થયાનું સામે આવ્યું હતું. ત્યારે પક્ષના નેતાઓ અને કાર્યકર્તા જ ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે. ઉમેદવારીના છેલ્લા દિવસે ભાજપના નેતાઓને ચૂંટણી લડવા ટિકિટ ન મળતા, તેઓએ આમ આદમી પાર્ટી, કે અપક્ષ માંથી ફોર્મ ભરીને ભાજપ સામે જ ચૂંટણી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ ભાજપ હાઇકમાન્ડ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવામાં આવ્યું હતું, તો પણ ઘણા ભાજપના જ ઉમેદવારો ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના જ નેતાઓએ કઈ જગ્યાએ બળવો કર્યો છે?
કરજણ નગરપાલિકામાંથી ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર અને નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભાયાવદર નગરપાલિકામાં પણ થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જ જોડાયેલ પૂર્વ નગરસેવકોએ ,ભાજપના નેતાઓ દ્વારા અપમાન થતું હોવાનો આરોપ લગાવીને કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી છે. જામજોધપુર નગરપાલિકામાં પણ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતોઓએ આપ માંથી ઉમેદવારી કરી છે. અમરેલીના લાઠીમાં પણ યુવા ભાજપ ઉપપ્રમુખ ની પત્નીએ પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે.
જેતપુરમાં પણ આંતરિક વિખવાદ ને લીધે પૂર્વ પ્રમુખને ટિકિટ ન આપતા 42 લોકો ફોર્મ પરત ખેચવાની ધમકી આપતા હતા, પણ જયેશ રાદડીયાના ડેમેજ કન્ટ્રોલ થી કોઈએ ફોર્મ પરત ખેંચ્યા નથી. ત્યારે જોવાનું રહયું કે , ભાજપને આંતરિક જુથવાદથી હજી કેટલું નુકસાન થશે?