Gujarat Election : ગુજરાતમાં હવે ટૂંક જ સમયમાં પેટાચૂંટણીઓ યોજાવાની છે. ગઈકાલે જ ચૂંટણીપંચે વિસાવદર અને કડી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ત્યારે આ બેઠક પર હવે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે. બંને બેઠકો પર ચતુષ્કોણીય જંગ સર્જાવાનો છે. ત્યારે આ બેઠકો માટે હવે ભાજપ સક્રિય થઇ ગયું છે. અને આ બેઠકો માટે પ્રભારી, સંયોજક અને સહ સંયોજકની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે હવે આગામી ચૂંટણી પહેલા ભાજપે પોતાની ટીમ વિસાવદર અને કડીનો ગઢ જીતવા માટે નેતાઓની ટીમ મેદાને ઉતારી છે. જેમાં વિસાવદરમાં જયેશ રાદડિયા સહિતના નેતાઓને આ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
