Gujarat Education : ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ વચ્ચે પ્રવેશોત્સવના તાયફાઓ, ક્યાંક શાળાઓ જર્જરિત તો ક્યાંક શિક્ષકોની અછત

June 26, 2024

Gujarat Education : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થા (Gujarat Education)ની મજાક ઉડી રહી છે. ક્યાંક ઉમેદવારો TET TATનો વિરોધ કરે છે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકો (Teachers)ની ઘટ્ટ વર્તાય રહી છે. ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક જ નથી. હવે આ બધા વચ્ચે રાજ્યમાં આજથી પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ જેવા તાયફાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષણનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ શું ખરેખર સાહેબો આપને રાજ્યમાં કથળતી શિક્ષણ વ્યવસ્થાની પરિસ્થિતિ ખબર છે ?

ડેડીયાપાડામાં શાળામાં શિક્ષકોની અછત

આજથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલવાનો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓએ ગુજરાતમાં પ્રવેશોત્સવની ઉજવણી કરી. પરંતુ તેમને ખબર છે કે ગુજરાતમાં હજુ પણ સરકારી શાળામાં કેવી પરિસ્થિતિમાં ભણવા મજબુર છે ? ડેડીયાપાડા વિસ્તારમાં AAP ના ધારસભ્ય ચૈતર વસાવા પણ તેના વિસ્તારની અનેક શાળાઓમા ગયા હતા. ત્યાં બાળકોને ભણવા નથી મળતું એવા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. સાથે સાથે તેને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની શિક્ષણ નીતિ પર પણ સવાલો ઉઠાવ્યા. ત્યાંની સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાને લઈને કટાક્ષ કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ કેવા પ્રકારની શિક્ષણ નીતિ થઈ એ ખબર નથી પડતી ત્યારે અનેક ગંભીર આક્ષેપ હાલતો સરકાર પર કરવામાં આવી રહ્યા છે.

ગોધરામાં શાળાઓ જર્જરિત હાલતમાં

પંચમહાલના ગોધરા શહેરમાં જ આવેલી વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળાના શહેરી વિસ્તારોમાં આવેલી આ શાળાઓ દારુણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતાં પરિવારના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેઓ હાલ જાણે જીવના જોખમનો સામનો કરી રહ્યા છે. શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ ક્યારેય પણ બાળકો અને શિક્ષકો માટે યમદૂત સાબિત થઈ શકે એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી. સરકારે પાંચ વર્ષ અગાઉ જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરવા કરાયેલા હુકમ બાદ વિદ્યાર્થીઓ તેવી શાળામાં અભ્યાસ કરવા હાલ મજબૂર બન્યા છે. ત્યારે નવા મંજુર થયેલા ઓરડા જલ્દીથી બનાવવામાં આવે એવી વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

ત્યારે હવે સરકાર કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે અને જે જર્જરિત શાળાઓ છે તેને સમાર કામ કરશે કે પછી બાળકોને જીવના જોખમે જ ભણવું પડશે ?

આ પણ વાંચોBJP Gujarat : ગુજરાતમાં ક્લીન સ્વીપ ન મળતા ભાજપ હવે સ્વામિનારાયણની શરણે, બોટાદમાં મનોમંથન બાદ નવા પ્રદેશ અધ્યક્ષની થઇ શકે છે જાહેરાત

Read More

Trending Video