Gujarat Congress : આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસની બેઠક, પક્ષના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડવામાં આવશે

August 17, 2024

Gujarat Congress : રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો સમય આવી ગયો છે. થોડા સમયમાં હવે પંચાયતી રાજની ચૂંટણી જાહેર થશે. જેને લઈને હવે દરેક પક્ષો તૈયાર થઇ ગયા છે. દરેક પક્ષ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે નગર પાલિકા માટેની ચૂંટણીઓ માટે કોંગ્રેસે આજે એક પ્રેસ કરી હતી. જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આગામી ચૂંટણીઓને લઈને પક્ષ દ્વારા જે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ તે વિષે વાત કરી હતી.

આજે કોંગ્રેસની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. તેને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં તેમને કહ્યું કે, કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડવામાં આવશે. સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે સિમ્બોલ પર જ લડવા સૂચના આપવામાં આવી છે. સંગઠનના હિતમાં પ્રદેશ અધ્યક્ષે આ જાહેરાત કરી હતી. નાગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. 72 નગરપાલિકાની ચૂંટણી માટે ત્રણ સભ્યોની સંકલન સમિતિ બનાવવામાં આવી છે. જેની સંકલનની જવાબદારી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, બળદેવ લૂણી અને રાજુ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે. 72 નગરપાલિકામાં નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પ્રભારી-પ્રમુખ તમામ જિલ્લા મુલાકાત લેશે. 1 સપ્ટેમ્બથી પ્રમુખ-પ્રભારીના જિલ્લા પ્રવાસો શરૂ થશે. આ પરથી કહી શકાય કે કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતવા પૂરેપૂરું જોર લગાવી રહી છે.

આ પણ વાંચોKolkata Rape Case : કોલકાતાની ઘટના પર ભાજપે મમતા સરકારને ઘેરી, કહ્યું- ન્યાય માટે લડી રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Read More

Trending Video