Gujarat Congress : આગામી સમયમાં ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Elections) યોજાવાની છે જેને લઈને હવે કોંગ્રેસ (Congress) પાર્ટી એક્શનમાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) સીટ જીત્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ આવ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતમાં કરેલી મુલાકાતે વધુ બળ આપ્યુ છે. તેથી હવે આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ( Mukul Wasnik) આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરિયાન તેઓ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની કોંગ્રેસ કારોબારી બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
પ્રભારી મુકુલ વાસનિક આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
પ્રભારી મુકુલ વાસનિક આજે પાલનપુર જશે અને અહીં બનાસકાંઠા લોકસભામાં ગેનીબેનની જીત બદલ અભિવાદન સમારોહ યોજાવાનો છે. અહીં તેઓ જિલ્લા સંગઠનની કારોબારી બેઠકને પણ સંબોધન કરશે. તેમજ કોંગ્રેસમાં નવા સભ્યો બનાવવા માટેના અભિયાનની પણ અહીં જાહેરાત કરવામા આવી શકે છે.
આવતી કાલે ક્યાં જશે મુકુલ વાસનિક
આવતી કાલે મુકુલ વાસનિક ગાંધીધામમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં હાજરી આપશે અને જે બાદ સાંજે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ જિલ્લા સમિતિની કારોબારી બેઠકમાં હાજરી આપશે.
મુકુલ વાસનિકનો શુક્રવારનો કાર્યક્રમ
શુક્રવારે સવારે તેઓલ સુરેન્દ્રનગર જિલ્લા સમિતિની કારોબારી બેઠકમાં હાજરી આપશે. જે બાદ સાંજે તેઓ અમદાવાદ કોંગ્રેસ જિલ્લા સમિતિની કારોબારી બેઠકમાં હાજરી આપશે.આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી છે પરિવારો સાથે સ્થાનિક નેતાઓના સંપર્કમાં રહેશે.
નવા સંગઠનની રચના માટે સર્વે શરુ
મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કામ જોઈને પદ આપવાની જાહેરાત કરી હતી. અને સંગઠનમાં હોદ્દા માટે બાયોડેટા મોકલવા જણાવ્યું છે. આ બાયોડેટાની ચકાસણી કરીને કાર્યકર્તાઓની સક્રિયતાને આધારે નિર્ણય લેવામા આવશે. ત્યારે કોંગ્રેસ અત્યારથી જ પોતાના તમામ જિલ્લાના હોદેદારો અને કાર્યકરોની કામગીરીનો સર્વે શરૂ કર્યો છે.