Gujarat congress nyay yatra : ગુજરાતમાં બનેલ દુર્ઘટનાઓને (tragedies) લઈને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા 9મી ઓગસ્ટે ક્રાંતિ દિવસના (Kranti Divas) રોજ ન્યાય યાત્રા કાઢવામાં આવશે. આ ન્યાય યાત્રા મોરબીથી (Morbi) શરુ થશે અને ગાંધીનગર (gandhinagar) સુધી જશે આ ન્યાય યાત્રામાં વિવિધ સ્થળે સર્જાયેલ દુર્ઘટનાના પીડિત પરિવારો તેમજ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાશે. આ ન્યાયયાત્રાની સત્તાવાર જાહેરત પણ કરી દેવામાં આવી છે જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) પ્રેસ કોન્ફરન્સ કરીને આ ન્યાય યાત્રા અંગે જાહેરત કરી હતી. ત્યારે આ ન્યાય યાત્રામાં લોકોને જોડાવવા માટે જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મોરબીમાં લોક સંપર્ક કરીને આ ન્યાયયાત્રામાં જોડાવવા માટે અપીલ કરી હતી.
ન્યાય યાત્રામાં જોડાવવા મોરબીમાં કોંગ્રેસ દ્વારા લોક સંપર્ક યાત્રા શરૂ
ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતમાં બનેલ દુર્ઘટનાઓને લઈ ન્યાય યાત્રા શરૂ થનાર છે.આ ન્યાય યાત્રા મોરબીથી શરુ થનાર છે અને સમગ્ર ગુજરાતમાં ફરવાની છે . ન્યાય યાત્રાની કમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સંભાળી છે ત્યારે આ યાત્રાને લઈને જીગ્નેશ મેવાણી સતત લોકોનો સંપર્ક કરી રહ્યા છે અને ન્યાયયાત્રામા જોડાવવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ આ ન્યાય યાત્રામાં લોકોને જોડાવવા માટે જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મોરબીની બજારોમાં ફરીને પેમ્પલેટ આપ્યા હતા અને લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવવા અપીલ કરી હતી.
જીગ્નેશ મેવાણીએ ન્યાય યાત્રામાં જોડાવવા માટે લોકોને કર્યું આહ્વાન
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગુજરાતના લોકોએ મોરબી કાંડ, તક્ષશીલા કાંડ સહિતના કાંડો જોયા ત્યારે આ બધી ઘટનાઓમાં 240 થી વધુ લોકો હોમાયા. અને તેના મુળમાં ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની મિલિ ભગત અને તેમની સાંઠગાંઠ અને ભ્રષ્ટાચારની વૃતિ જવાબદાર છે. ત્યારે ફરી આવી કોઈ ઘટના ન બને પીડીત પરિવારોને ન્યાય મળે, તમામ આરોપીઓ જેલના સળિયા ગણતા થાય. પીડિચોને વળતર મળે. સીબીઆઈની નોનકરપ્ટ અધિકારીઓને તપાસ સોંપાય સોપાય આવી માંગણીઓને લઈને ગુજરાત ન્યાય યાત્રા મોરબીમાંથી સવારે 9 વાગે ક્રાંતિ દિવસના રોજ મોરબીથી ગાંધીનગર સુધી 300 કિલોમીટરની પદયાત્રા કરવાના છીએ. તેની જાગૃતતા ઉબી કરવા માટે મોરબીમાં અમારી આખી ટીમ નિકળી છે. તમામ નાગરિકોને મળી રહ્યા છીએ તેમના તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમને અમને કહ્યુ છે કે, આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય અમે તમારી સાથે છીએ.
મોરબીના રોડ રસ્તા મામલે તંત્ર પર જીગ્નેશ મેવાણીના પ્રહાર
આ એક દિવસમાં મોરબીના જે બિસમાર રોડ મે જોયા છે એટલે કહી શકાય છે કે, ખાડે ગયેલું તંત્ર એટલે શુ તે જોવું હોય તો મોરબી આવવું જોઈએ આટલી બયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ બધા પ્રશ્નોને લઈને જાગૃતતા લાવવા પત્રિકા વિતરણ કરવા અમે નિકળ્યા છીએ.
આ પણ વાંચો : કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો ગૌ માતાનો મુદ્દો, જાણો શું માંગણીઓ કરી