loksabha election : ગુજરાત કોંગ્રેસની મતગણતરી માટેની નવી રણનીતિ, હવે ઉમેદવારોને અપાશે આ ખાસ ટ્રેનિંગ

May 22, 2024

loksabha election 2024 : લોકસભાની ચૂંટણી (loksabha election ) હવે અંતિમ તબક્કામાં છે. સાતમાંથી પાંચ તબક્કામાં મતદાન થયું છે.છઠ્ઠા અને સાતમા તબક્કા માટે 25 મે અને 1 જૂને મતદાન થવાનું છે. 4 જૂને મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે (congress) ચૂંટણીમાં ગત વર્ષની સરખામણીમાં ખુબ સારુ પ્રદર્શન કર્યું છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ક્ષત્રિય આંદોલનનો  (kshatriya Andolan) મુદ્દો  તેમજ ભાજપમાં આંતરિક અસંતોષનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો તેના કારણે કોંગ્રેસને મોટો ફાયદો પણ થયો છે. જો કે, તેમ છતા શંકા છે મતગણતરી દરમિયાન ભાજપ (BJP) દ્વારા ઈવીએમમાં (EVM)  ચેડા કરવામા આવી શકે છે. તેના કારણે કોંગ્રેસ આ વખતે કોઈ પણ કસર છોડવા માંગતુ નથી. જેથી હવે કોંગ્રેસે મતગણતરી માટે નવી રણનીતિ બનાવી છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (shaktisinh Gohil) નિર્ભય ન્યુઝ (Nirbhay news) સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે,મતગણતરીમાં તેમની શું રણનિતી હશે.

કોંગ્રેસે મતગણતરી માટે બનાવી નવી રણનીતિ

ગુજરાતમા આ વખતની ચૂંટણીમાં પહેલા એવું અનુમાન લગાવવામા આવતુ હતુ કે, ભાજપ ગુજરાતમાં 26 એ 26 બેઠકો પર 5 લાખની લીડથી જીતી શકે છે. જો કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બફાટ કરતા ભાજપ વિરોધી લહેર ગુજરાતમાં જોવા મળી હતી. ક્ષત્રિયોએ આ વખતે ડંકાની ચોટે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું નક્કી કર્યું હતું.બીજી તરફ ભાજપે જે રીતે ઉમેદવારોની પસંદગી કરી તેના કારણે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. આ તકનો લાભ લઈને કોંગ્રેસે રણનીતિ બનાવીને ઉમેદવારોની પસંદગી કરી હતી. તેનો કોંગ્રેસને ફાયદો પણ થયો છે.

ભાજપને પણ એવું લાગી રહ્યું છે કે, કેટલીક સીટો તેઓ ગુમાવી રહ્યા છે જેથી હવે 5 લાખની લીડની ચર્ચા પણ થઈ રહી નથી. કોંગ્રેસને આશા છે કે, આ વખતે 5 થી 6 સીટો પર તેઓ ભાજપને ટક્કર આપી રહ્યા છે. ત્યારે મતદાન તો ખુબ સારી રીતે થઈ ગયું પરંતુ મતગણતરી પણ સારી રીતે થાય અને મતગણતરી વખતે ભાજપ દ્વારા ઈવીએમમાં કોઈ ચેડા ન થાય તેના માટે ગુજરાત કોંગ્રેસે મતગણતરી માટેની નવી રણનીતિ બનાવી છે.

ઉમેદવારોને અપાશે આ ખાસ ટ્રેનિંગ

મહત્વનું છે કે, દરેક વખતે ચૂંટણીમાં ઈવીએમ મશીનનો મુદ્દો ચર્ચાનો વિષય બનતો હોય છે ઈવીએમમાં ચેડા કરવામા આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામા આવતા હોય છે ત્યારે કોંગ્રેસે ઈવીએમને લઈને નવી રણનીતિ બનાવી છે. મતદાનના સ્થળેથી લઈને સ્ટ્રોંગરૂમ સુધી નજર રાખવામા આવી રહી છે.  જો કે, કોંગ્રેસને શંકા છે કે, મતદાન પૂર્ણ થાય છે ત્યાથી લઈને સ્ટ્રોંગરૂમ પહોંચે તે દરમિયાન ઈવીએમ બદલાયા પણ હોય. જેથી ઈવીએમના નંબર પર રણનીતિ બનાવી છે.

કોંગ્રેસ ઈવીએમના સિરયલ નંબરની ગણતરી પ્રમાણે ઉમેદવારોને ટ્રેનિંગ આપશે તેમના જે ઉમેદવારો કાઉન્ટીંગ સ્ટેશનના અંદર સુધી જઈ શકશે તે ઉમેદવારોને આ રણનીતિ શીખવાડવામા આવશે તેમને કહેવામા આવશે કે તેઓ સજાગ રહે. તેઓ ઈવીએમના સિરિયલ નંબરને કાગળ સાથે મેચ કરે , કારણ કે, જો ઈવીએમ બદલાયું હશે તો તરત ખબર પડી જશે. જો મતદાન વખતે ઓછા મત પડ્યા હોય અને મતગણતરી વખતે વધારે મત નીકળે તો તેને લઈને ઓપ્જેક્શન લેવાનું વગેરે દરેક રણનીતિ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને શીખવાડી રહી છે. આ સાથે VVPATને લઈને પણ રણનિતી શીખવાડી રહી છે કારણ કે એવું માનવામા આવે છે. ચૂંટણીમાં VVPATના પેપરમાંથી 4 કે 5 કાગળ કાળવામા આવે છે તે પ્રમાણે ગણતરી કરવામા આવે છે. મતગણતરી વખતે કોઈ પણ ચીટીંગ ન થાય તેનું ધ્યાન રાખવા માટે કહેવામા આવ્યું છે.

 અગાઉ બની હતી આવી ઘટના

ઉલ્લેખનીય છે કે, ધોળકામાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કાઉન્ટીંગ સેન્ટર પર જે અધિકારી હતી તેઓએ કાઉન્ટીંગમાં ગળબળ કરી હતી.આ મામલે કોંગ્રેસના ઉમેદવાર હાઈકોર્ટમાં ગયા હતા જ્યાં આ  ઈવીએમમાં ચેડા કરવામા આવ્યા હોવાનું સાબિત થયું હતુ, જો કે, અહીં ફરી ચૂંટણી ન થતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રી બન્યા હતા.

જીતની શક્યતા વાળી સીટો પર ખાસ નજર રખાશે

 ત્યારે કોંગ્રેસે ભુતકાળમા બનેલી આવી ઘટનાઓને લઈને સજાગ બન્યુ છે.  આ વખતે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ઈવીએમના સિરિયલ નંબરની ચકાસણી, ઈવીએમમાં કેટલા વોટ પડ્યા છે અને મતગણતરી વખતે કેટલા વોટ નિકળ છે તેની ચકાસણી અને બેલેટ પેપરની ચકાસણી કરવા માટેની ટ્રેનિંગ આપી રહી છે. ખાસ કરીને કોંગ્રેસને જે સીટ પર જીતની આશા છે ત્યાં ખાસ ચકાસણી કરવામા  આવશે.

આ પણ વાંચો : Phalodi Satta Bajar :એક અઠવાડિયામાં સટ્ટા બજારનું અનુમાન બદલાઈ ગયું! શું ભાજપ હારી રહ્યું છે ?

Read More